December 19, 2024
KalTak 24 News
Sports

IPL 2023 Schedule: IPL 2023નું ટાઈમ ટેબલ જાહેર,ચેન્નાઈ અને ગુજરાતની ટીમ કરશે શુભારંભ

IPL 2023 Schedule

IPL 2023 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે.

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ
આ વખતે IPLમાં ઓપનિંગ મેચ અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.

આ વખતે કુલ 70 લીગ મેચો રમાશે
IPL 2023 સિઝનની ઓપનિંગ મેચ અમદાવાદમાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં 10 ટીમોની વચ્ચે કુલ 70 લીગ મેચો રમાશે. આ દરમિયાન ફેન્સને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે.

IPL 2023ના ગ્રૂપ
ગ્રૂપ એઃ મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ
ગ્રૂપ બીઃ ચેન્નાઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ,સનરાઈઝર્સ હૈદરબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઈટન્સ

IPL 2023ની પ્રથમ 5 મેચ
– ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ, 31 માર્ચ
– પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, 1 એપ્રિલ
– લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલ
– સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલ
– રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ, 2 એપ્રિલ

તમામ 10 ટીમોએ ગ્રુપ સ્ટેજમાં 14-14 મેચ રમવાની રહેશે
તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 14-14 મેચ રમશે. આ દરમિયાન દરેક ટીમે 7 મેચ તેમના ઘરે રમવાની રહેશે, જ્યારે બાકીની 7 મેચ વિરોધી ટીમના ઘરે રમવાની રહેશે. આ રીતે દરેક ટીમ 7 હોમ અને 7 અવે મેચ રમશે.

IPLના લાઈવ ટેલિકાસ્ટની વાત કરીએ તો આ વખતે ડિજિટલ અને ટીવી રાઈટ્સ અલગ-અલગ આપવામાં આવ્યા છે. IPL ના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તમે મોબાઈલ પર એટલે કે Jio સિનેમા પર ડિજિટલ પ્લેટફોર્મ પર IPL નું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો, કારણ કે તેના અધિકારો Viacom18ને આપવામાં આવ્યા છે. બીજી બાજુ, જો તમે ટીવી પર મેચની મજા માણવા માંગતા હો, તો તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકો છો, જ્યાં તમે તેને છેલ્લા પાંચ વર્ષથી જોઈ રહ્યા હતા. દરમિયાન, આઈપીએલ શરૂ થવામાં હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તેથી જ ટૂંક સમયમાં ક્રિકેટ ચાહકો તેના પર આકર્ષિત થવાના છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

આવતીકાલથી શરૂ થશે T20 વર્લ્ડ કપનો ‘મહાકુંભ’,16 ટીમના કેપ્ટન એક ફ્રેમમાં થયા કેદ, જુઓ તસવીર

KalTak24 News Team

ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્ની રિવાબા સાથે કર્યા આશાપુરા માતાના દર્શન,ટ્વિટર પર તસવીરો કરી શેર

KalTak24 News Team

FIFAએ ભારતને આપ્યો મોટો ઝટકો, AIFFને કર્યું સસ્પેન્ડ, મહિલા વર્લ્ડકપની યજમાની પણ છીનવી

Sanskar Sojitra
Advertisement