IND vs ENG, 2nd Test, Day 2: ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ સીરિઝની બીજી મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 179 રનની રેકોર્ડ ઈનિંગ રમી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન સાથે 336 રન બનાવ્યા હતા.
277 બોલમાં 200 રન બનાવ્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસના હીરો, યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે તેની ઇનિંગ્સને 176 રન સુધી લંબાવી અને બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. યશસ્વી જયસ્વાલે 277 બોલમાં 200 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.
📸 📸 In Pics!
That 2⃣0⃣0⃣ Moment!
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/QsJO7tUTiH
— BCCI (@BCCI) February 3, 2024
બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન
યશસ્વી 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. સુનીલ ગાવસ્કર બીજા સ્થાને છે. વિનોદ કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં 224 રનની ઇનિંગ રમી હતી. સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ જાવેદ મિયાંદાદ (19 વર્ષ 140 દિવસ)ના નામે છે.
YASHASVI JAISWAL REACHED HIS MAIDEN DOUBLE CENTURY WITH A SIX AND A FOUR…!!!! 💥 pic.twitter.com/JXkkJ5ADjR
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2024
ટેસ્ટમાં ભારત માટે ડાબોડી બેટ્સમેન દ્વારા બેવડી સદી
- 239 સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ 2007
- 227 વિનોદ કાંબલી વિરુદ્ધ ઝિમ્બાબ્વે દિલ્હી 1993
- 224 વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ મુંબઈ WS 1993
- 206 ગૌતમ ગંભીર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા દિલ્હી 2006
- 201* યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ વિઝાગ 2024
277 બોલમાં જયસ્વાલે ફટકારી બેવડી સદી
યશસ્વી જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube