Cristiano Ronaldo YouTube Channel: સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો(Cristiano Ronaldo)એ YouTube પર દસ્તક આપી છે. રોનાલ્ડોએ 21 ઓગસ્ટના રોજ તેની નવી YouTube ચેનલ (Ronaldo Youtube Channel) શરૂ કરી. ક્રિસ્ટિયાનોએ આ ચેનલ ‘UR’ નામથી લોન્ચ કરી છે. થોડી જ વારમાં તેની YouTube ચેનલે રેકોર્ડનો નાશ કર્યો. માત્ર 90 મિનિટની અંદર, રોનાલ્ડોની YouTube ચેનલને 10 લાખ એટલે કે 10 લાખથી વધુ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. અને આ ચેનલે સૌથી ઝડપથી 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો.
ફૂટબોલ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક રોનાલ્ડોએ પોતાની YouTube ચેનલ શરૂ કરવા અંગે માહિતી આપી હતી. પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરતા ક્રિસ્ટિયાનોએ લખ્યું,
“પ્રતીક્ષા પૂરી થઈ. આખરે મેં મારી યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. SIUUUS ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો અને મારી આ નવી સફરમાં જોડાઓ.”
The wait is over 👀🎬 My @YouTube channel is finally here! SIUUUbscribe and join me on this new journey: https://t.co/d6RaDnAgEW pic.twitter.com/Yl8TqTQ7C9
— Cristiano Ronaldo (@Cristiano) August 21, 2024
રોનાલ્ડોએ આ પોસ્ટ 21 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 6:48 વાગ્યે શેર કરી હતી. અને થોડી જ વારમાં રોનાલ્ડોના ચાહકોએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી. સમાચાર લખાય છે ત્યાં સુધી, રોનાલ્ડોની યુટ્યુબ ચેનલને 12 મિલિયન એટલે કે 1 કરોડ 20 લાખ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવી છે. MrBeast YouTube પર સૌથી વધુ 311 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે.
Youtube ચેનલ બનાવવાનું કારણ?
રોનાલ્ડોએ YouTube ચેનલ ‘UR’ પર તેની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પ્રખ્યાત ફૂટબોલરે જણાવ્યું હતું કે,
“આ પ્રોજેક્ટ (યુટ્યુબ ચેનલ) મારા મગજમાં ઘણા સમયથી હતો. હવે અમને તેને વાસ્તવિકતા બનાવવાનો મોકો મળ્યો છે. મને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડવામાં હંમેશા આનંદ આવ્યો છે. હવે મને યુટ્યુબ ચેનલ દ્વારા એક મોટું પ્લેટફોર્મ મળશે. ચાહકો મારા પરિવાર વિશે અને વિવિધ વિષયો પરના મારા વિચારો વિશે જાણી શકશે.”
A present for my family ❤️ Thank you to all the SIUUUbscribers! ➡️ https://t.co/d6RaDnAgEW pic.twitter.com/keWtHU64d7
— Cristiano Ronaldo (@Cristiano) August 21, 2024
સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય છે રોનાલ્ડો!
રોનાલ્ડોની વાત કરીએ તો તે માત્ર ફૂટબોલમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 636 મિલિયન ફોલોઅર્સ છે. જે સૌથી વધુ છે (ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ પેજ સિવાય). ફેસબુક પેજની વાત કરીએ તો અહીં પણ રોનાલ્ડો ટોપ પર છે. તેના પેજ પર 170 મિલિયન ફોલોઅર્સ છે. રોનાલ્ડો X પર પણ પ્રભુત્વ ધરાવે છે. 112.5 મિલિયન ફોલોઅર્સ સાથે રોનાલ્ડો સૌથી વધુ ફોલો કરવામાં આવેલ એથ્લેટ છે.
જો ફૂટબોલ ક્ષેત્રની વાત કરીએ તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે અગણિત રેકોર્ડ છે. તે ફૂટબોલ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. હાલમાં રોનાલ્ડો સાઉદી અરેબિયાના અલ નસ્ર માટે ક્લબ ફૂટબોલ રમે છે. જ્યારે તે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન પણ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube