December 3, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સમાજના શ્રેષ્ઠીઓનો યોજાયો સ્નેહમિલન સમારોહ;1000 વિદ્યાર્થીઓ માટે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ કાર્ય પૂરું થવામાં

Saurashtra Patel society's best friends held a friendly meeting; construction work of Jamnaba Vidyarthi Bhavan for 1000 students nearing completion
  • દાતાશ્રીઓએ ઉમદા સમાજ ભાવનાથી દાન આપવાનો સંકલ્પ કર્યો.
  • શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાની ખાસ ઉપસ્થિતિ
  • કેશુભાઈ પટેલ ઓડીટોરીયમમાં પ્રથમ કાર્યક્રમ યોજાયો.

Surat News: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતની ૪૦મી વાર્ષિક સાધારણ સભા અને દાતાટ્રસ્ટીશ્રીઓનું સ્નેહમિલન યોજાયું હતું. રાજયના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા તથા કરંજના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘારીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં નવા ટ્રસ્ટીશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે નવા ૧૨ શ્રેષ્ઠીઓએ દાતા ટ્રસ્ટી બનવા સંકલ્પ કર્યો હતો. શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા એ નવા દાતાટ્રસ્ટીઓની સમાજ ભાવનાને બિરદાવી સુરતમાં નિર્માણ થઈ રહેલ જમનાબા વિદ્યાર્થી ભવન માટે શુભકામના પાઠવી હતી. ‘ગીતા અભ્યાસ’ માટે અનુરોધ કર્યો હતો. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ગીતા અભ્યાસ કરે તેનું ખુબ સારૂ પરીણામ આવ્યું છે તેની માહિતી આપી હતી.

વરાછા-કામરેજ રોડ ખાતે નિર્માણ કાર્ય થયું છે તે જમનાબા વિદ્યાર્થી ભવનના મુખ્ય નામકરણના દાતાશ્રી હંસરાજભાઈ ગોંડલીયા, રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથી ભવનના દાતાશ્રી તુષારભાઈ ઘેલાણી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રના દાતાશ્રી હિંમતભાઈ ધનજીભાઈ ધોળકિયા સહિત મોટી સંખ્યામાં દાતાટ્રસ્ટીશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કિરણ મહિલા ભવનમાં પુસ્તકાલય અને વાંચનાલયના દાતાશ્રી જયંતીભાઈ બાબરીયા, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી દયાળભાઈ વાઘાણી, શ્રી મનુભાઈ ઝરખીયાવાળા, શ્રી રમેશભાઈ ગજેરા અને મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જમનાબા ભવન ખાતે નિર્માણ થયેલ 500 બેઠક ધરાવતું ‘કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ’માં પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ ના બાળકો દ્વારા  “સોરઠી ડાયરી” સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયો હતો. બાંધકામ ખર્ચ, નવા આર્થિક વ્યવહારો અને ઓડીટ થયેલ વાર્ષિક હિસાબોની વિગતે માહિતી સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા એ આપી હતી. ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, બાંધકામ સમિતિના પ્રમુખશ્રી ધીરુભાઈ માલવિયા,  હરિભાઈ કથીરિયા, ભવાનભાઈ નવાપરા તથા ખજાનચીશ્રી મનહરભાઈ સાસપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, ટ્રસ્ટીશ્રી જી.આર. આસોદરીયા  તથા  ટ્રસ્ટીશ્રીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા.

૩ કરોડનું દાન નોંધાયું

૧૦૦૦ ભાઈઓ માટેની હોસ્ટેલ તથા અન્ય  સુવિધા ધરાવતી જમનાબા વિદ્યાર્થીભવન તથા ૫૦૦ બહેનો માટે કિરણ મહિલાભવનના નિર્માણ કાર્યમાં  કુલ અંદાજે ૨૦૦ કરોડ ખર્ચમાં અંદાજ છે  તે માટે દાતાશ્રીઓને અપીલ કરવામાં આવી હતી તેના પ્રતિસાદમાં ૨૧ લાખ દાનનો સંકલ્પ કરી મહાનુભાવો દાતાટ્રસ્ટી તરીકે સંસ્થામાં જોડાયા છે. તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

બાંધકામક્ષેત્રની અગ્રણી પેઢી વેદાંત ગ્રુપના શ્રી વિપુલભાઈ પુનાભાઈ દોંગા તથા વિપુલભાઈ લાલજીભાઈ પારખીયા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. હીરાઉધોગની પેઢી રાજ-કિશોર જેમ્સના યુવા અગ્રણી શ્રી કિશોરભાઈ ગોરધનભાઈ શિહોરા, હિન્દુસ્તાન એલ્યુમિનિયમના શ્રી કિરણભાઈ જયંતીભાઈ ખોખરીયા, ખોડીયાર બસ ટ્રાવેલ્સના શ્રી અશ્વિનભાઈ વેલજીભાઈ ગજેરા, રેલીયંટ સ્માર્ટ ઇન્ડીયાના શ્રી બ્રિજેશભાઈ સવજીભાઈ નારોલા, શ્રી ઘનશ્યામભાઈ રંઘોળીયા, બાંધકામ ક્ષેત્રની કંપની સોહમગ્રુપના શ્રી મનજીભાઈ લાખાણી, ટેક્ષટાઈલ ક્ષેત્રના અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ નાનજીભાઈ જાસોલીયા, હીરાઉધોગના અગ્રણીશ્રી રાજુભાઈ બચુભાઈ સાવલિયા વગેરે સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જોડાતા સર્વોએ સગૌરવ આવકાર્યા હતા. કિરણ મહિલા ભવનમાં રૂફટોપ સોલારના દાતા રેકલ પાવર ઇન્ફ્રા.લી.ના શ્રી ભાર્ગવભાઈ ભેસાણીયા તથા શ્રી દર્શનભાઈ કત્બા ખાસ ઉપસ્થિત રહ્યા.

કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ

જમનાબા વિઘાર્થીભવન ખાતે ૫૦૦ બેઠક ધરાવતું કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ માટે ઓડીટોરીયમ સહયોગી દાતા બનવા માટે રાહિલ ધીરુભાઈ માલવિયા, શ્રી હરિકૃષ્ણ ધનજીભાઈ રાખોલીયા તથા રઘુવિર બિલ્ડર્સ તરફથી સંકલ્પ થયો છે. તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. નિર્માણધીન ભવનમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો અને દાતાશ્રીએ વિદ્યાર્થીઓ માટે નવા પ્રીતીનીધી ભવનના તૈયાર રૂમોની મુલાકાત લીધી હતી અને કેશુભાઈ પટેલ ઓડીટોરીયમાં યોજાયેલ કાર્યકર્મનું વિશેષ ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં ભોજનખર્ચના સૌજન્ય રાજમંદિર આર્કિટેક કંપની તરફથી પ્રાપ્ત થયું હતું.  શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની એક્ઝીક્યુટીવ કમીટી સભ્યોએ સંકલન અને આયોજન કર્યું હતું. આભારવિધિ મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકે કરી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે કર્યું હતું. યુવાટીમના ભાવેશભાઈ રફાળીયા તથા અંકીતભાઈ સુરાણી સહીત સમગ્ર યુવાટીમે વ્યવસ્થા સંભાળી હતી.

 

 

 

 

Related posts

6 સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ,પહેલીવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

KalTak24 News Team

સુરતમાં 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી મથુરાથી ઝડપાયો,પોલીસથી બચવા સાધુ બનીને ફરતો હતો

KalTak24 News Team

સુરત/ BAPS સંસ્થાના તમામ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ,જુઓ તસવીરો

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News