April 8, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સરદાર સાહેબને ભાવાંજલિ,સરદાર જયંતીની આજીવન ઉજવણીનો પ્રારંભ

કલતક 24 ન્યૂઝ બ્યુરો/Surat: અખંડ ભારતના ધડવૈયા અને ભારતરત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મજયંતીની ઠેરઠેર ખુબ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણાધીન જમનાબા ભવન ખાતે મંગળવારે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વરાછા-કામરેજ રોડ ઉપર વાલક પાટીયા નજીક જમનાબા ભવન ખાતે ૩૧ ફૂટ ઉંચી પંચધાતુની પ્રતિમા મુકવામાં આવનાર છે. તે સ્થળે ભૂમિ વંદના તથા પ્રતિમાના દાતાશ્રી વલ્લભભાઈ પી. સવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જાણીતા કટાર લેખક જય વસાવડા તથા અગ્રણી વિચારક વલ્લભભાઈ ઈટાલીયા એ ખુબ ઉંડાણપૂર્વકની માહિતી સાથે પોતાના વિચારો વ્યક્ત કરી ભાવાંજલિ આપી હતી.

સામાજિક પરિવર્તન અને સમાજને નવી દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હંમેશા અગ્રેસર રહ્યું છે. સરદાર સાહેબને ભાવાંજલિ આપવાના કાર્યક્રમમાં વક્તા તથા સમારોહના અધ્યક્ષ અને મુખ્ય મહેમાનશ્રીઓ મળી કુલ ૭ વલ્લભભાઈઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાતરંગ, સાતગ્રહ કે અઠવાડિયાના ૭ દિવસ એમ સરદાર સાહેબ સાતેવાર સ્મૃતિમાં રહે તે ભાવથી તમામ અતિથીઓ નામે વલ્લભભાઈઓ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે જાણીતા કટાર લેખક અને વક્તા શ્રી જય વસાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતુ કે, “સરદાર ઝડપી નિર્ણય અને એક્શનમાં માનનારા રાજપુરુષ હતા.” ખાસ વક્તા તરીકે ઉપસ્થિત હીરા ઉદ્યોગના અગ્રણી અને વિચારક શ્રી વલ્લભભાઈ ઈટાલીયા એ જણાવ્યું હતું કે, “સરદાર એટલે સરદાર.. તેને કોઈ સાથે સરખાવી શકાય તેમ નથી.તે મહામાનવ હતા, સદાય દેશનું હિત જોનારા રાજપુરુષ હતા.” તેમના જીવન વિશે લાગણીસભર વાત કરી હતી. સરદાર સાહેબ જેવું રાજકીય વ્યક્તિત્વ મળવું મુશ્કેલ છે. તેમના અગ્નિસંસ્કાર સમયે બળતી ચિતાની બાજુમાં ઉભા રહી તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે, આ ચિતા..(અગ્નિ) તેના પાર્થિવ દેહને બાળી શકે છે. પરંતુ, સરદારની કીર્તિને કોઈ બાળી શકશે નહી. ભાવુક હૃદયે વક્તા વલ્લભભાઈ ઈટાલીયા એ અંતિમ ક્ષણોની વાત કરીને ખરા અર્થમાં ભાવાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નિલકંઠ ઇન્ફ્રાના શ્રી વલ્લભભાઈ જોધાણી, રીતી ટેક્ષટાઈલના શ્રી વલ્લભભાઈ એમ. અનિડાવાળા, ચક્રધર ગુપના શ્રી વલ્લભભાઈ રાખોલિયા, શીતલ મેન્યુફેક્ચરીંગના શ્રી વલ્લભભાઈ કાકડિયા, તથા રીજીયા બ્રધર્સના શ્રી વલ્લભભાઈ ડી. રીજીયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ સન્માનીય અગ્રણીઓ એવા વલ્લભભાઈશ્રીઓનું હોસ્ટેલ નિર્માણમાં નોંધનીય આર્થિક સહયોગ રહેલો છે. ખુબ મોટી સંખ્યામાં ભવનના દાતાશ્રીઓ, કાર્યકર્તાઓ અને યુવા-ટીમના સભ્યો હાજર રહ્યા હતા.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતના પ્રવેશદ્વાર, મણીબેન ચોક પાસે જમનાબા ભવન ખાતે સરદાર સાહેબની ૩૧ ફૂટ ઉંચી પ્રતિમા મુકવામાં આવનાર છે. જુન-૨૦૨૪ સુધીમાં પ્રતિમા મુકાશે, સંસ્થા તરફથી હવે પછી દર વર્ષે આજીવન સરદાર જયંતીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુરા ભાવથી ભાવાંજલિ અર્પણ થશે. જેનો પ્રારંભ ૩૧-૧૦-૨૦૨૩ પ્રથમ કાર્યક્રમથી કરવામાં આવ્યો છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

WAVES Summit 2025: વિશ્વની પ્રથમ WAVES સમિટ-2025માં વિદ્યાર્થીઓને સહભાગી થવાની ઉત્તમ તક, કરોડોના રોકડ ઈનામ સહિત મહિન્દ્રા થાર કાર જીતવાની તક

Mittal Patel

આજે પહેલું નોરતું છતાં સુરતના 15 કૉમર્શિયલ આયોજકોએ હજુ સુધી પરવાનગી નથી મેળવી,ગરબા યોજશે તો પોલીસ કાર્યવાહી કરશે

KalTak24 News Team

ગુજરાત/ BTPના પ્રમુખ મહેશ વસાવા,પાલનપૂરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં સામેલ થયા,કોંગ્રેસ-આપના અનેક કાર્યકરોના કેસરિયા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં