- સાળંગપુર ભીંતચિત્રોના વિવાદનો ઉકેલ આવ્યો
- સ્વામિનારાયણના સંતો અને VHPની બેઠક બાદ નિર્ણય
- આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે: સ્વામી પરમાનંદજી
Salangpur Temple Controversy: સાળંગપુર હનુમાન ધામમાં શિલ્પચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદ મોટા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠક બે કલાક ચાલી હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે શિલ્પચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે.
વિવાદના ઉકેલ માટે આજે અમાદવાદ સ્થિત શિવાનંદ આશ્રમમાં બે કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં વડતાલ ગાદીના કોઠારી સંત વલ્લભદાસ સ્વામી અને સારંગપુરના કોઠારી વિવેક સાગર દાસ સ્વામી હાજર રહ્યા હતા.
બેઠકમાં આ ઠરાવ પસાર કરાયા
વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે- સ્વામિનારાયણ સંપ્રદાય વૈદીક સનાતન ધર્મનો જ એક ભાગ છે અને વૈદીક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓ, હિન્દુ આચારોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી તેથી અમે એ જણાવીએ છીએ કે સાળંગપુર મંદિર ખાતેના જે ભીંતચિત્રોથી લાગણી દુભાણી છે તે ભીંતચિંત્રોને કાલે સૂર્યોદય થતા પહેલા લઈ લેવામાં આવશે.
સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ સ્વામિનારાય સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો, સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે. અને સમાજમાં વિસંવાદિતતા દૂર કરવા માટે અમે કટીબદ્ધ છીએ. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્જ મહારાજા, સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલ ગાદીપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક કરવામાં આવશે.
વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વડીલ સંતોએ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઈએ વિવાદાસ્પદ વાણીવિલાસ કરવો નહીં. વિશ્વ હિન્દુ પરિષદના સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને પ્રાર્થના કરે છે કે આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રીય પહેલ થયેલી છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે.
જુઓ સંપૂર્ણ ઠરાવ
સ્વામી પરમાનંદજીએ જણાવ્યું કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવાશે. સમાજમાં સમરસતા સ્થાપવા બેઠક કરવામાં આવશે તેમજ કોઈએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ન કરવો. આ વિવાદનો પૂર્ણ વિરામ લાવવા પહેલ થઈ છે. અત્રે જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંતો અને સ્વામી વડતાલની આજે શિવાનંદ આશ્રમમાં મીટીંગ થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના તત્વધાનમાં શ્રી શિવાનંદ આશ્રમ ખાતે હિંન્દુ ધર્મના આચાર્યો/સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક થઈ હતી. લગભગ બેઠક બે કલાક ચાલી હતી. જેમાં 5 પાંચ ઠરાવ કરવામાં આવ્યા છે.
VHPએ પાયાનું કામ કર્યું
વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, અત્યંત સદભાવના અને મૈત્રી પૂર્ણ વાતાવરણમાં પૂર્વ થઈ છે પૂરી થઈ છે, એનો ઉકેલવા માટે બધા જ કટિબદ્ધ છે અને આ પ્રેસ નોટ હું આપને વાંચી સંભળાવું.વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના પાયાનું કામ પરિષદ કર્યું હતું. શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. આ બેઠકને દ્વારકાધીશ શંકરાચાર્ય પરમ પૂજ્ય સહજાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે.
મહત્વનું છે કે આ પહેલા સાળંગપુરના અને વડતાલના સંતોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અમદાવાદ ઈસરોની સામે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
આ પણ વાંચો :-
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube