October 9, 2024
KalTak 24 News
Gujarat

વડોદરામાં ગણેશજીને અતિપ્રિય લાડુનો ભોગ ગૌ માતાને અર્પણ, ડ્રાયફ્રુટ વાળા 3 હજાર લાડુ અને 5 હજાર ગરમાગરમ રોટલીઓ પીરસાઈ

Vadodara-News-Lord-Ganesha-was-offered-laddus-3000-laddus-with-dry-fruits-and-5000-hot-rotis-were-served-to-Mother-Cow-768x432.jpg

Vadodara News: વડોદરા સહિત દેશભરમાં હાલ રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિતેલા સાડા ત્રણ વર્ષથી જરૂરીયાતમંદ માટે સેવાની અવિરત ધુણી ધખાવતી શ્રવણ સેવા ફાઉન્ડેશન(SHRAVAN SEVA FOUNDATION) દ્વારા ગણેશજીના અતિપ્રિયા એવા લાડુનો ભોગ 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે તેવા ગૌ માતાને અર્પણ કર્યો છે. સાથે જ ગરમાગરમ રોટલીઓ પણ ગૌ માતાઓને જમાડવામાં આવી છે. આમ, ગણોશોત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.

whatsapp image 2024 09 14 at 113707 am 1726298964

હજારો કિલો ફળો, રોટલી, લીલુ ઘાસ, કેરીનો રસ વગેરે અર્પણ કર્યાને રેકોર્ડ

સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું છે, શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી વિવિધ સેવાકાર્યોમાં જોડાયેલી છે. અમે ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા મજબુર નિસહાય વૃદ્ધોને સાડા ત્રણ વર્ષથી નિયમીત સ્વાદિષ્ટ ભોજનસેવાઓ આપી રહ્યા છે. ત્યારે તેમની સાથે હવે સંસ્થા દ્વારા ગૌ સેવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તેના ભાગરૂપે અત્યાર સુધી અમે હજારો કિલો ફળો, રોટલી, લીલુ ઘાસ, કેરીનો રસ વગેરે પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાને અર્પણ કર્યું છે. હાલમાં ગણેશોત્સવ ચાલતો હોવાથી અમે ગણેશજીના અતિપ્રિય એવા લાડુનો ભોગ ગૌ માતાઓને અર્પણ કર્યો છે.

whatsapp image 2024 09 14 at 113707 am 1 1726298942

ડાઇનીંગ ટેબલ સફાચટ થઇ ગયું

નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, અમારા દ્વારા 3 હજાર જેટલા ડ્રાયફ્રુટ લાડુ અને ગરમાગરમ રોટલીનો ભોગ કરજણ પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાઓને અર્પણ કરવામાં આવ્યો છે. ગૌ માતા માટે ડાઇનીંગ ટેબલ પર પીરસેલા લાડું અને રોટલીનો ભોગ સફાચટ કરી દીધો હતો. જે તેમની લાડુપ્રિયતાની સાબિતી આપે છે. અમે ગણોશોત્સવના પર્વને ગૌ સેવા સાથે જોડીને તેમને પૌષ્ટિક લાડુ જમાડવાનો પ્રયાસ કર્યો છે.

ગૌ માતા કચરો અને પ્લાસ્ટીક ના ખાય તે વાતનું ધ્યાન રાખવું આપણા સૌની જવાબદારી

નીરવ ઠક્કરે વધુ કહેતા જણાવ્યું હતું કે, ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, આ વાત આપણે સૌ જાણીએ છીએ. આપણી આસપાસ જ્યાં પણ ગૌ માતા દેખાય તેમને ફળ, રોટલી તથા ઘાસ ખવડાવવું જોઇએ. ગૌ માતા કચરો અને પ્લાસ્ટીક ના ખાય તે વાતનું ધ્યાન રાખવું આપણા સૌની જવાબદારી છે.

 

 

Group 69

 

 

Related posts

સાળંગપુરધામ ખાતે એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

KalTak24 News Team

બોરસદમાં 11 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ,NDRFની ટીમ પહોંચી

KalTak24 News Team

સુરત/કતારગામમાં પુરપાટ ઝડપે આવી રહેલાં મનપાના ડમ્પરે અડફેટે લેતા મહિલાનું મોત, પરિવારજનોની કડક કાર્યવાહીની માગ

KalTak24 News Team
Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.