April 7, 2025
KalTak 24 News
Gujarat

કચ્છ / ભુજ-ભચાઉ હાઈવે પર અકસ્માત,તુફાન કાર ડિવાઇડર સાથે અથડાઇ, 3ના મોત,પાંચથી વધુ ઘાયલ

Bhuj News:કચ્છમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભુજ-ભચાઉ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને પાંચ લોકો ઘાયલ થયા છે. પધ્ધર પાસે બેકાબૂ કાર પુલના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

કૂતરાને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઇ

આ ગોઝારા અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ભૂજ-ભચાઉ ધોરી માર્ગ પર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દીવ-સોમનાથથી દર્શન કરી પરત માધાપર આવતા સોની પરિવારની તુફાન જીપકારને પધ્ધર નજીક સૂઝલોન અને બીકેટી કંપની વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં માર્ગ પર કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા જીપકાર ડાબી તરફના પુલિયાની દીવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

તુફાન ડિવાઇડર સાથે અથડાતા કારમાં સવાર માધાપરના સોની પરિવારના ત્રણ સભ્યોના ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા. જ્યારે આઠ સભ્યોને હળવાથી ભારે પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને ભુજની જીકે જનરલ અને ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાંઆવ્યા છે. અકસ્માતની પ્રાથમિક માહિતીના આધારે પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેતા દિનેશ સુરેન્દ્ર સોની, તેમના ભાઈ મનોજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોની નું ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય આઠ લોકોને ગંભીર હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હતી. ઘાયલોને 108 મારફતે સરકારી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર દીવ ફરીને સોમનાથ દર્શન કરીને પરત ફરતા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ સાથે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ પોલીસ મૃતકોની ઓળખ કરશે અને તેમના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપશે. આ ઉપરાંત પોલીસ એ પણ તપાસ કરશે કે, ડ્રાઈવર નશામાં હતો કે નહીં. આ માટે જીપીએસની મદદથી વાહન છેલ્લે જ્યાં રોકાયું હતું તે સ્થળ શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

Related posts

ખાણી-પીણીના શોખીનો સાવધાન:અમદાવાદના નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરાંના સંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર, ફુડ વિભાગે કાર્યવાહી કરી,VIDEO

KalTak24 News Team

અમરેલીમાં સ્વામિનારાયણ ભગવાન કથા મહોત્સવમાં લોકગાયિકા યશવીબેન પટેલ પર થયો પૈસાનો વરસાદ; જુઓ વાયરલ વિડીયો

Sanskar Sojitra

આવતીકાલે શહીદ દિવસે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) દ્વારા 59થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન;જુઓ યાદી

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં