- ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યુ રાજીનામું
- સાવલીના ધારાસભ્યે આપ્યુ રાજીનામું
- આંતરઆત્માને માન આપી રાજીનામુ આપ્યું
Ketan Inamdar Resignation: ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હતું. વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે.
વિધાનસભાના અધ્યક્ષને ઈમેઈલ કરીને કેતન ઈનામદારે મોડી રાતે જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. કેતન ઈનામદારે પોતાના ત્રણ લાઈનના પત્રમાં લખ્યું હતું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.
કેતન ઇનામદારે રાજીનામાના પત્રમાં લખ્યું કે, માનનીય, અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. સુજ્ઞમહાશયશ્રી,
વંદેમાતરમ્ સહ જણાવું છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર, ૧૩૫-સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વિકારવા વિનંતિ છે.
કેતન ઈનામદારે ત્રણ લાઈનનું રાજીનામું લખ્યું હતું. તેમણે મોડી રાત્રે 1.35 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઈનામદાર પ્રથમ ધારાસભ્ય છે. કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર તેઓ ધારાસભ્ય બન્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજનીતિની શરૂઆત કરી હતી.
કેતન ઈનામદાર સહકારી ક્ષેત્રમાં પણ પકડ ધરાવે છે. તેઓ બરોડા ડેરી મુદ્દે પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે. તેઓ 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. જોકે ઈનામદારનું રાજીનામું અધ્યક્ષ સ્વીકારશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.
ધારાસભ્ય કેતન ઇનામદારએ ચાર વર્ષ પહેલાં પણ વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને તેમની સરકારમાં જ તેમના કામ ન થતા હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપી દીધું હતું. જોકે સમજાવટ અને કાર્યો કરવાની બાહેધરી આપ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેંચ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube