December 18, 2024
KalTak 24 News
BharatPolitics

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી,પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

Rahul Gandhi Nomination

Rahul Gandhi Nomination Wayanad Lok Sabha Election: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં લગભગ હજારો લોકો જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડથી ચાર લાખથી વધુ મતોના જંગી લિડથી જીત્યા હતા.

વાયનાડ સીટ પર રાહુલ સામે સીપીઆઈ(CPI)એ મહાસચિવ ડી રાજાના પત્ની એની રાજા ચૂંટણી લડી રહ્યા છે. એની રાજાએ બુધવારે રોડ શો યોજ્યા બાદ પોતાનું નામાંકન પણ ભર્યું હતું. આ સાથે જ ભાજપે રાહુલ વિરુદ્ધ પ્રદેશ અધ્યક્ષ કે.કે. સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે.

રાહુલ ગાંધીએ કર્યો રોડ શો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે વિસ્તારના લોકોને કહ્યું કે તમારા વિસ્તારનો સાંસદ છું, તે મારા માટે સૌભાગ્યની વાત છે.રાહુલ ગાંધી એક ટ્રકમાં સવાર થઇને નોમિનેશન ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “તમારા સાંસદ સભ્ય હોવું મારા માટે સમ્માનની વાત છે. હું તમારી સાથે એક મતદારની જેમ વ્યવહાર નથી કરતો. હું તમારી સાથે તેવો જ વ્યવહાર કરૂં છું અને તમારા વિશે વિચારૂ છુ જેમ હું પોતાની નાની બહેન પ્રિયંકા વિશે વિચારૂ છું. વાયનાડના ઘરોમાં મારી બહેનો, માતા, પિતા અને ભાઇ છે અને તેમના માટે હું તમારો દિલથી આભાર માનું છું.”

વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન

વાયનાડમાં બીજા તબક્કામાં મતદાન યોજાશે. 26 એપ્રિલે મત નાખવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી વાયનાડથી 7 લાખ 6 હજાર 367 મતથી જીતી હતી.

 

 

 

Related posts

ગુજરાત ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો,જાણો શું-શું કર્યાં વાયદા

Sanskar Sojitra

પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને લખ્યો પત્ર, જાણો પત્ર માં શું લખ્યું છે ?

KalTak24 News Team

સંભલમાં 46 વર્ષે ખૂલ્યા મંદિરના દ્વાર: હનુમાનજીની મૂર્તિ-શિવલિંગની કરાઇ સાફ-સફાઇ, જુઓ VIDEO

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં