- લોકસભા ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારી
- ભાજપે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
- ભાજપે 72 ઉમેદવારો ઉતાર્યા મેદાનમાં
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા હતા અને આજે બીજી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં અમદાવાદ પૂર્વ અને વડોદરામાં ઉમેદવારને રિપિટ કરાયા છે. અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ અને વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપિટ કરવામાં આવ્યા છે. સુરત, સાબરકાંઠા, છોટાઉદેપુર અને ભાવનગર બેઠકમાંથી સિટિંગ સાંસદની ટિકિટ કપાઇ છે.
ભાજપની બીજી યાદીના 7 ઉમેદવારો
સીટ | ઉમેદવાર |
અમદાવાદ ઈસ્ટ | હસમુખભાઈ પટેલ |
છોટાઉદેપુર | જસુભાઈ રાઠવા |
ભાવનગર | નિમુબેન બાંભણીયા |
વડોદરા | રંજનબેન ભટ્ટ |
વલસાડ | ધવલ પટેલ |
સાબરકાંઠા | ભીખાજી ઠાકોર |
સુરત | મુકેશભાઈ દલાલ |
પ્રથમ યાદીમાં આ 15 ઉમેદવારોના નામ થયા હતા જાહેર
આ પહેલા ભાજપે 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં કચ્છમાં વિનોદ ચાવડા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, ગાંધીનગરમાં અમિત શાહ, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, રાજકોટમાં પરસોત્તમ રુપાલા, પોરબંદરમાં મનસુખ માંડવિયા, જામનગરમાં પૂનમ માડમ, આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, પંચમહાલમાં રાજપાલસિંહ યાદવ, દાહોદમાં જસવંતસિંહ ભાભોર, ભરૂચમાં મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા અને નવસારીમાં સીઆર પાટીલના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપે આ સિટિંગ સાંસદોની ટિકિટ કાપી
ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટેની જાહેર કરેલી પ્રથમ 15 ઉમેદવારોની યાદીમાં 5 સિટિંગ સાંસદોની ટિકિટ કાપીને નવા ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં બનાસકાંઠામાંથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમથી ડો. કિરિટ સોલંકી, રાજકોટમાંથી મોહન કુંડારિયા, પંચમહાલથી રતનસિંહ રાઠોડ અને પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, રાજકોટમાં પરસોત્તમ રુપાલા, પંચમહાલમાં રાજપાલસિંહ યાદવ અને પોરબંદરમાં મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે.
BJP releases its second list of candidates for the upcoming Lok Sabha elections pic.twitter.com/bpTvxfMkDr
— ANI (@ANI) March 13, 2024
આટલી બેઠકોનું ચિત્ર એકદમ સ્પષ્ટ
ગુજરાતમાં 26 બેઠકોમાંથી આટલી બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નિતિશ લાલન, બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા, પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા, બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી, ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા સામે આપના ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે.
ભાજપે કુલ 72 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે
- ગુજરાત-07
- દિલ્હી-02
- હરિયાણા-06
- હિમાચલ પ્રદેશ-02
- કર્ણાટક-20
- MP-05
- UP-02
- મહારાષ્ટ્ર-20
- તેલંગાણા- 06
- ત્રિપુરા-01
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube