December 18, 2024
KalTak 24 News
GujaratPolitics

રાજકોટ/ જંગી જન મેદની વચ્ચે પરશોત્તમ રૂપાલાનો રોડ- શો,વિજય મુહૂર્ત પહેલા જ પરશોત્તમ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ,ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

Parshottam Rupala Rajkot

Parshottam Rupala filled Nomination Form: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે.રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું છે.

રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રુપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યુ હતુ.

બહુમાળી ચોક ખાતે સભા કરી

ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા પહેલા તેમણે આજે રાજકોટમાં માઈ મંદિરમાં દર્શન કર્યા હતા. જાગનાથ મંદિરેથી પદયાત્રા કરીને તેઓ બહુમાળી ચોક ખાતે સભા સ્થળ પર પહોંચ્યા હતા.બહુમાળી ચોક ખાતે તેમણે વિશાળ સભાને સંબોધી હતી. સાથે જ વિશાળ રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. રોડ શોમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાનું સંબોધન

પરશોત્તમ રૂપાલાએ રામ રામ સાથે તેમની સ્પીચ શરુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને 100 ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે.

વધુ માં જણાવ્યું હતુંકે,પરશોત્તમ રૂપાલાએ સભામાં લોકોને 100 ટકા મતદાન કરવાની અપીલ કરી અને કહ્યું કે, દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. વધુમાં કહ્યું કે પહેલી વાર આ પ્રકારનું આયોજન પીએમ મોદી દ્વારા થઇ રહ્યું છે અને જ્યારે પીએમ મોદી આગામી દીવસોમાં આપડી સરકારને કઇ દિશામાં લઇ જવી તે માટેનું પ્લાનિંગ કરી રહ્યાં હોય ત્યારે તેમના ટેકામાં અને ખાસ કરીને પીએમ મોદીનો એક નવો વિચાર કે જે કોઇ યોજના બને તે 100 અમલી જવી જોઇએ. વધુમાં કહ્યું કે આપણે પ્રચંડ બહુમતિની સરકાર આપણે આપીએ જેથી કરીને આ દેશના શાસનને મક્કમતાથી વિશ્વના મંચ પર રાખવા માટેનો પ્રયાસ કરવાની તાકાત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણા મતો દ્વારા મળતી હોય છે.

સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા

સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધીઓ તેજ બની છે. ચૂંટણી પ્રચારથી લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે પાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

ક્ષત્રિય સમાજના ભારે વિરોધ અને સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગયા પછી આજે સવારે ભારતીય જનતા પક્ષના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરવા માટે નીકળી ગયા છે.તે પહેલા જાગનાથ મંદિરેથી ભવ્ય રેલી નીકળી હતી.જે સવા દસ વાગ્યે બહુમાળી ભવન પાસે સભા સ્થળે પહોંચી હતી.પોલીસનો સમગ્ર શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

નીકળેલી રેલીના બંને તરફના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા

જાગનાથ મંદિરે મહાદેવ સમક્ષ શિશ ઝુકાવી બહુમાળી ભવન તરફ રેલીએ પ્રયાણ કરેલ અને 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.તેમજ આ રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટના મેયર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ જોડાયા હતા.

 

 

 

 

Related posts

સુરતમાં પતંગની દોરીએ 23 વર્ષીય યુવતીનો લીધો ભોગ,એક્ટિવા લઈને જઈ રહેલી યુવતીના ગળામાં દોરી આવી જતાં નીચે પટકાઈ,સારવાર મળે એ પહેલાં જ મોત

KalTak24 News Team

અમરેલી/ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કલેક્ટર કચેરીમાં મીડિયા સેન્ટરને ચૂંટણી અધિકારી અને કલેકટર અજય દહીયાના હસ્તે ખુલ્લું મુકાયુ

KalTak24 News Team

PMJAYમાં ગેરરીતિ બદલ વધુ 4 હોસ્પિટલ સામે કાર્યવાહી,રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ;2ને પેનલ્ટી

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં