December 18, 2024
KalTak 24 News
BharatPolitics

લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર:આવતીકાલે જાહેર કરાશે લોકસભા ચૂંટણીની તારીખો, બપોરના 3 કલાકે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

lok-sabha-election-2024-date-election-commission-to-announce-the-schedule-for-general-elections-2024-on-16th-march-news-in-gujarati

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. નવનિયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો. જેમાં લોકસભા ચૂંટણીની તારીખોને લઈને મોટી જાહેરાત થઈ છે. 16 માર્ચ ચૂંટણી પંચ શનિવારે એટલે કે આવતી કાલે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. મહત્વનું છેકે, ચૂંટણી આયોગના આધિકારીક હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે શનિવાર,16 માર્ચે બપોરે 3 વાગે સામાન્ય ચૂંટણી 2024 અને કેટલીક રાજ્યોની વિધાનસભાઓના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.તે ECI ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

લોકસભા સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થશે

ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે.

ગત વખતે 7 તબક્કામાં યોજાઈ હતી ચૂંટણી

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. ગત વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. તે ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા. જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

વર્ષ 2019માં આવેલા પરિણામો

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત મેળવી હતી. વર્ષ 2014માં ભાજપે 282 સીટો જીતી હતી, જ્યારે 2019માં 303 સીટો પર જીત મેળવી હતી. તો NDAને 353 બેઠકો મળી હતી. બીજેપીને 37.7% થી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDA ને 45% વોટ મળ્યા હતા. કોંગ્રેસ માત્ર 52 સીટો જીતી શકી હતી.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા બંને નવનિયુક્ત ચૂંટણી કમિશનરોએ આજે ​​ચાર્જ સંભાળી લીધો છે. નવા નિયુક્ત ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુનું મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સ્વાગત કર્યું હતું.

 

 

 

 

Related posts

Paris Olympics 2024/ પીએમ નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટની અયોગ્યતા પર IOA પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરી;’ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ કરો..’

KalTak24 News Team

આજથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

KalTak24 News Team

મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં