Gujarat Election 2022 અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. પાર્ટી કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) જાહેરા કરી હતી. જો કે, સત્તાવાર લીસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને માહિતી આપતા જામ ખંભાળિયા(Jamkhambhaliya)બેઠક પર ત્રીપાંખીયો જંગ થઈ શકે છે.
किसान , बेरोज़गार युवाओं ,महिलाओं ,व्यापारी के लिए सालों तक आवाज़ उठाने वाले इसुदान गढ़वी जाम खम्भालिया से चुनाव लड़ेंगे ! भगवान कृष्ण की पावन भूमि से गुजरात को एक नया और अच्छा मुख्यमंत्री मिलेगा
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 13, 2022
અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ
અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં લખ્યું હતું કે, “ખેડૂત, બેરોજગાર યુવાઓ, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.”
ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે.આ બેઠક પરથી ભાજપે મુળભાઈ બેરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વિક્રમ માડમને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.
ઈસુદાન ગઢવીની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર
ઈસુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. 10 જાન્યુઆરી, 1982 ના દિવસે એક ખુબ જ સામાન્ય પરિવારમાં જન્મેલા ઇસુદાનના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ તેઓએ દૂરદર્શનનાં ‘યોજના’ નામના એક કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઈસુદાન ગઢવીએ Vtv News નામની એક ખાનગી સમાચાર ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા. આ દરમિયાન તેમનો મહામંથન નામનો કાર્યક્રમ ખુબ જ પ્રખ્યાત થયો હતો.
14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા
ઈસુદાન ગઢવી કે જેઓ નેતા બન્યા તે પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગ તથા ગ્રામ્ય ક્ષેત્રમાં મજબુત પક્કડ ધરાવતા હતા. મહામંથન શોને લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઈસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની ઓળખ બનાવી હતી.
જો કે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના રોજ તેઓએ મીડિયાને અલવીદા કહીને 15 દિવસ બાદ જ એટલે કે 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા.આ પ્રકારે પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બન્યા અને આખરે પાર્ટી દ્વારા કરાયેલા સર્વેમાં 70 ટકા કરતા વધારે મત મેળવીને તેઓ મુખ્યમંત્રીપદનો ચહેરો પણ બન્યા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp