December 18, 2024
KalTak 24 News
GujaratPolitics

ગાંધીનગર/ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું,કહ્યું-ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ

Loksabha Election 2024: ગુજરાત કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે.સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના (Manavadar) કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) રાજીનામુ આપી દીધું છે. તેઓ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપવા પહોંચ્યા હતા. કહેવામા આવી રહ્યું છે કે, કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી હવે ભાજપમાં જોડાશે.

અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે.  નોંધનીય છે કે, ગઈકાલે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો, આ ભરતી મેળામાં કોંગ્રેસના એક બે નહીં પરંતુ ત્રણ દિગ્ગજોએ કેસરિયા કર્યા હતા. જેમાં અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને મુળુભાઇ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. 

 

અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું

જાણકારી મુજબ રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક મળી હતી. તેમજ છેલ્લા 3 દિવસથી ધારાસભ્યનો ફોન બંધ આવતો હતો. ત્યારે આજે સવારથી તેમના રાજીનામાની અટકળો ચાલી રહી હતી ત્યારે આજે તેઓ રાજીનામુ આપવા પહોંચતા આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું હતું.  અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીકના માનવામાં આવે છે. જેથી અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા બાદ લાડાણીને ભાજપમાં લઈ જઈ રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં કોગ્રેસમા માત્ર વિમલ ચુડાસમા ધારાસભ્ય

ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) રાજીનામા બાદ હવે સૌરાષ્ટ્રમાં કોગ્રેસમા માત્ર વિમલ ચુડાસમા ધારાસભ્ય રહ્યા છે. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થઈ ગયું છે.

કોણ છે અરવિંદ લાડાણી ?

1989માં તેઓ સૌપ્રથમવાર કોડવાવ ગામના સરપંચ બન્યા હતા. ત્યાર બાદ 1995થી કોડવાવ ગામની સહકારી મંડળી અને કેળવણી મંડળના પ્રમુખ રહ્યા. અરવિંદ લાડાણી 2019ની પેટાચૂંટણીમાં ભાજપના તત્કાલીન મંત્રી જવાહર ચાવડા સામે પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ જવાહર ચાવડા સામે 9000 મતથી હાર્યા હતા. જોકે કોંગ્રેસે ફરી એકવાર 2022માં તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી ટિકિટ આપી હતી ત્યારે તેમને પરિવારનું કોઈપણ જાતનું રાજકીય કનેકશન ન હોવા છતાં તેમણે પેથલજી ચાવડાનો રાજકીય વારસો ધરાવતા ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. અરવિંદ લાડાણી સાવ સાદા પેન્ટ-શર્ટમાં બાઇક પર ફરતા જોવા મળે છે તેમને કોમનમેનથી ઓળખવામા આવે છે.

 

 

 

 

Related posts

સાળંગપુરધામ ખાતે વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું રાજોપચાર પૂજન;જુઓ તસવીરો

Sanskar Sojitra

સુરત/ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ‘યુવા મતદાર જાગૃતિ’કાર્યક્રમો યોજાશે,સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘સહપરિવાર મતદાન’ના સંદેશા માટે સંકલ્પ પત્રો ભરાયા

KalTak24 News Team

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં