December 19, 2024
KalTak 24 News
Politics

ભાજપથી નારાજ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યું રાજીનામું,આ કરી મોટી જાહેરાત

Gujarat Election 2022 ગુજરાત(Gujarat) :વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપની વિધાનસભા ઉમેદવારની યાદી જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચામાં જો કોઈની હોય તો મધુ શ્રીવાસ્તવ(Madhu Srivastava)ની છે. હવે મધુ શ્રીવાસ્તવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાઘોડિયા(Vaghodia)ના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે.

મળતી માહિતી અનુસાર, કાર્યકર્તાઓની વચ્ચે મધુ શ્રીવાસ્તવ દ્વારા રાજીનામાની જાહેરાત કરવામાં આવી છે. મધુ શ્રીવાસ્તવએ કહ્યું કે ભાજપ માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. મારી ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં ભારે રોષ છે.

મધુ શ્રીવાસ્તવે સી. આર. પાટીલને રાજીનામું મોકલ્યું.

 

મધુ શ્રીવાસ્તાવે સંબોધનમાં જણાવ્યુ છે કે, કિમિટીએ નિર્ણય કર્યો છે કે, ‘હું એમએલએ પદેથી અને મારા કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું. મારી ટિકિટ કપાતાં કાર્યકર્તાઓમાં ઘણો જ રોષ હતો. તેમણે મને ભાજપમાંથી રાજીનામું આપવા માટે જણાવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપે મને આટલા વર્ષ તક આપી તે બદલ આભાર. મારા ભાજપને રામ રામ.

તેમણે અપક્ષ ચૂંટણી લડવા અંગે જણાવ્યુ કે, ‘હવે અમે ગામે ગામે ફરીને લોકોને પૂછીશું કે, મારે અપક્ષ તરીકે લડવું કે નહીં? પછી મારી કમિટિ આ અંગેની ચર્ચા કરશે.”

તેમણે વધુમાં કહ્યું છે કે, પાંચ ટર્મ સુધી સેવા કરવાની તક આપી તે માટે ભાજપનો આભાર છે, મને કોઇ મનાવવા આવ્યા નથી. 500 કાર્યકર્તાઓ સાથે રાજીખુશીથી ભાજપમાંથી રાજીનામું આપું છું. મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરતા જણાવ્યું કે, હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

અપક્ષ ચૂંટણી લડશે મધુ શ્રીવાસ્તવ
વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ જેઓ અવાર નવાર તેઓની વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે. જેઓને ટિકિટ ન આપી ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો છે. ગુરુવારે સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘વર્ષોથી પાર્ટીએ કામ કર્યું પણ પાર્ટી એ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે.’

છેલ્લા 6 ટર્મથી આ બેઠક પર શ્રીવાસ્તવનો દબદબો
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા. એટલે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનો વિજય થયો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની કરી જાહેરાત,રાજ્યસભા માટે ગુજરાતના ચાર ઉમેદવાર જાહેર;BJPએ જાહેર કર્યું લિસ્ટ

KalTak24 News Team

રાજકારણ/ આવતીકાલથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે,આવતીકાલે નેત્રંગ ખાતે સભા સંબોધશે,વાંચો સમગ્ર અહેવાલ

KalTak24 News Team

BREAKING NEWS : વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા બેનરો,બેનરો માં શું લખવામાં આવ્યું છે ?

Sanskar Sojitra
Advertisement