Gujarat BJP: ગુજરાત ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા ભરતી મેળો ચાલુ છે. BTPના પ્રમુખ મહેશ વસાવા, પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિતના નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે આ નેતાઓએ કેસરિયો ખેસ પહેર્યો હતો.
મહેશ વસાવા અનેક કાર્યકરો સાથે ભાજપમાં સામેલ થયા
BTPના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે ભાજપમાં સામેલ થયા હતા. મહેશ વસાવાની સાથે અનેક કાર્યકરોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં સામેલ
ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં સામેલ થયા છે. મહેશ પટેલ પાલનપુરમાં બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં મહેશ પટેલ ચૂંટણી હારી ગયા હતા.
LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર https://t.co/XwEqhuEpFr
— BJP Gujarat (@BJP4Gujarat) March 11, 2024
આજે સંજયભાઈ મોરી ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય, વિવિધ પક્ષમાથી ચૂંટણી લડેલા ઉમેદવાર તેમજ સામાજીક અને સહકારી ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા. બીટીપીના પુર્વ અધ્યક્ષ અને પુર્વ ધારાસભ્ય મહેશ વસાવા, કોંગ્રેસના પાલનપુરના પુર્વ ધારાસભ્ય મહેશ પટેલ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ વસાવા, નિતાબેન મોદી, કોંગ્રેસના પુર્વ મહિલા પ્રમુખ પ્રેરણાબેન વિક્રમસિંહ ,આમ આદમી પાર્ટીના નેતા સંજય મોરી સહિત તેમના સમર્થકો મોટી સંખ્યામા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા.
મોઢવાડિયા સહિત આ નેતાઓએ કર્યો કેસરિયો
પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. આ સિવાય રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ભાજપમાં જોડાયા હતા. આ પહેલા વીજાપુર બેઠકના ધારાસભ્ય સીજે ચાવડા પણ ભાજપમાં સામેલ થયા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube