December 19, 2024
KalTak 24 News
Politics

કોંગ્રેસ અધ્યક્ષ બનવાને લઇ રાહુલ ગાંધી- ‘હું મારા જૂના વિચારો પર અડગ’,અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું

  • રાહુલ ગાંધીનો કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈન્કાર
  • કહ્યું- હું મારા અગાઉના વલણ પર યથાવત છું
  • અશોક ગેહલોત, દિગ્વીજય કે મનીષ તિવારી લડી શકે ચૂંટણી

કોંગ્રેસ(Congress)માં અધ્યક્ષની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી કે શશી થરુરના ચૂંટણી લડવાના અભરખાં જાગ્યાં છે ત્યારે હવે રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ફરી વાર અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈન્કાર કરીને સિનયિર નેતાઓનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો કર્યો છે.

જે પણ અધ્યક્ષ બનશે તે એક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરશે
રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે જે કોઈ પણ કોંગ્રેસ(Congress) અધ્યક્ષ બને, તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક વિશ્વાસ પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાનું વહન નવા અધ્યક્ષે કરવું પડશે.

એક વ્યક્તિ, એક હોદ્દો કોંગ્રેસની પ્રતિબદ્ધતા
રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે ઉદયપુરની ચિંતન શિબિરમાં અમે (એક વ્યક્તિ, એક હોદ્દો) જે ઠરાવ કર્યો હતો કે કોંગ્રેસ(Congress)ની પ્રતિબદ્ધતા છે અને મને આશા છે કે અધ્યક્ષની ચૂંટણીમાં પણ આ પ્રતિબદ્ધતા જાળવી રાખવામાં આવશે.

કોંગ્રેસ અધ્યક્ષ એક વૈચારિક હોદ્દો છે- રાહુલ
રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યુ કે મેં ગત વખતે પણ સ્પષ્ટ કરી દીધુ હતુ. હું હજી પણ મારા અગાઉના વલણ પર કાયમ છું. તેમણે કહ્યું કે કોંગ્રેસ(Congress) અધ્યક્ષનું પદ ઐતિહાસિક પદ છે. તમે આ ઐતિહાસિક સ્થિતિમાં જઈ રહ્યા છો. તે ભારતના એક વિશિષ્ટ દ્રષ્ટિકોણને વ્યાખ્યાયિત કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ એક વૈચારિક પદ છે. તમે (કોંગ્રેસ અધ્યક્ષ) વિચારોના સમૂહનું પ્રતિનિધિત્વ કરો છો. હું માનું છું કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બને તે કોંગ્રેસની આ માન્યતા પ્રણાલી અને વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે.

યાત્રા કેટલાક વિચારો પર આધારિત- રાહુલ ગાંધી

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે આ યાત્રાની સફળતા કેટલાક વિચારો પર આધારિત છે. પહેલો વિચાર એ છે કે ભારત અખંડ ઊભું છે, પોતાની જાત સાથે યુદ્ધ નથી કરતું, પોતાનાથી ક્રોધિત નથી, ધિક્કારથી ભરેલું નથી. તેમણે કહ્યું હતું કે, અન્ય બે વિચારો છે, જે આ યાત્રાને આગળ વધારી રહ્યા છે. એક તો બેરોજગારીનું એ સ્તર છે જેનો ભારત આજે સામનો કરી રહ્યું છે. બીજો મુદ્દો ભાવનો છે. આ એવા વિચારો છે જે મુસાફરીને આગળ ધપાવી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ વિચારો એકબીજા સાથે જોડાયેલા છે.

અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી અને શશી થરુરે ચૂંટણી લડવાનો સંકેત આપ્યો
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સિનિયર નેતાઓ અશોક ગેહલોત, દિગ્વીજય, મનીષ તિવારી અને શશી થરુરે અધ્યક્ષની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

કોંગ્રેસની ડૂબતી નૈયામાં બે દિવસમાં ત્રીજું ગાબડું, જાણો કયા ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Sanskar Sojitra

લોકસભાની ચૂંટણી વચ્ચે BSP સુપ્રીમો માયાવતીનો મોટો નિર્ણય,આકાશ આનંદને BSP કોર્ડિનેટર પદ પરથી હટાવ્યા;જણાવ્યું આ કારણ..

વાવ બેઠકની પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર,વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારનું નામ કર્યું જાહેર, જાણો કોને ઉતાર્યા મેદાને

KalTak24 News Team
Advertisement