December 19, 2024
KalTak 24 News
GujaratPolitics

ગોપાલ ઈટાલિયા માટે દીકરી વૈદેહીએ કર્યો ચૂંટણી પ્રચાર, ટ્વિટર પર શેર કરી તસવીરો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું વાગી ચૂક્યું છે. આ વખતે આમ આદમી પાર્ટી(AAP) પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી હોવાથી ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. એવામાં તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. આ વચ્ચે ગોપાલ ઈટાલિયા(Gopal Italia) એ પોતાના માટે ચૂંટણી પ્રચાર કરતી તેમની દીકરીની સુંદર તસવીર શેર કરી છે.

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી તસવીરો
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર દીકરીની બે તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે AAPની ટોપી પહેરેલી દેખાય છે અને તેના ડ્રેસ પર ‘એક મોકો આપને’ લખ્યું છે. આ તસવીરને કેપ્શન આપતા ગોપાલ ઈટાલિયાએ લખ્યું છે કે, મારી સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.

કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે ગોપાલ ઈટાલિયા
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને પાર્ટીએ કતારગામ બેઠક પરથી ટિકિટ આપી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ગોપાલ ઈટાલિયાએ કતારગામ બેઠક પરથી ફોર્મ પણ ભરી દીધું છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

ગાંધીનગર/ આજથી સમગ્ર ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો પ્રારંભ,સરદાર પટેલ જયંતી સુધી ગુજરાતના 33 જિલ્લાઓ થશે વિવિધ કાર્યક્રમો

KalTak24 News Team

સાળંગપુરધામ ખાતે વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું રાજોપચાર પૂજન;જુઓ તસવીરો

Sanskar Sojitra

સુરતના સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા અંકિતા મુલાણીએ અન્ય લોકોથી પ્રેરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે કર્યું રક્તદાન.

Sanskar Sojitra
Advertisement