- રાજ્યપાલને મળીને પોતાની સરકારનું આપ્યું રાજીનામું
- મુખ્યમંત્રી અને તેમની કેબિનેટે આપ્યું રાજીનામું
- 12 ડિસેમ્બરે મુખ્યમંત્રીની થશે શપથ વિધિ
ગાંધીનગર(Gadhinagar): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ(BJP) ફરી એકવાર પોતાની સરકાર બનાવી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) રાજભવન ખાતે પહોંચીને રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. બપોરે 12 વાગ્યે ભૂપેન્દ્ર પટેલે પોતાના કેબિનેટ મંત્રીમંડળ સાથે રાજીનામું આપી દીધું, હવે આગામી 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો આ શપથવિધિ સમારોહ યોજાશે.
CM સાથે કેબિનેટે પણ આપ્યું રાજીનામું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, હર્ષ સંઘવી, પંકજ દેસાઈ, ઋષિકેશ પટેલ તથા પ્રદીપ પરમાર પણ ત્યાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે, ગઈકાલે જાહેર થયેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સરકારના 20માંથી 19 જેટલા મંત્રીઓ જીતી ગયા છે. આવું પહેલીવાર બન્યું હશે જ્યારે મોટાભાગનું આખું મંત્રીમંડળ જીતી ગયું હોય.
Chief Minister of Gujarat Bhupendra Patel submits the resignation of his government to Governor Acharya Devvrat. #GujaratElectionResult https://t.co/hcxor7YhyI pic.twitter.com/88e5lZnFRb
— ANI (@ANI) December 9, 2022
શપથવિધિની તૈયારી
ગુજરાત ભાજપ દ્વારા હવે પ્રચંડ જીત બાદ સરકાર રચવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે હવે આગામી દિવસોમાં ધારાસભ્ય દળની બેઠકને લઈ નિર્ણય થશે. આ સાથે પાર્ટી હાઈકમાન્ડ અને PMO સાથે ચર્ચા થશે. આ તરફ ગાંધીનગરમાં નવી સરકારની શપથ વિધિ માટેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અધિકારીઓ દ્વારા સ્થળનું કરવામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઈ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 12 વાગ્યે રાજ્યપાલની મુલાકાત લઈ રાજીનામું આપશે. જ્યાં તેઓ સરકાર રચવાનો દાવો કરશે. આ તરફ જે શપથવિધિ માટે દિવસ નક્કી કરવામાં આવે તે જ દિવસે ધારાસભ્ય દળની બેઠક મળશે.
12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ
ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત બાદ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઑ હતી. પણ હવે આજે સવારે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં છે. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે.
ઘાટલોડિયા બેઠક પર 2017માં પ્રથમ વખત ચૂંટણી લડી
ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર આનંદીબેન પટેલ 2012માં જીત્યાં હતાં. આ બેઠકે ભાજપને બે મુખ્યમંત્રી આપ્યાં છે. ભાજપે અચાનક જ 2021ના ઓગસ્ટમાં વિજય રૂપાણી સરકારને બદલી નાંખી હતી. આ સમયે ભાજપમાં જોરદાર ચહલપહલ જોવા મળી હતી. નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું. તેમણે શપથ લઈને મુખ્યમંત્રી તરીકે ફરજ અદા કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તક લડાયેલી આ પ્રથમ ચૂંટણી હતી અને તેમાં ભાજપે જોરદાર પ્રચંડ વિજય પ્રાપ્ત કર્યો છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp