Alpesh Kathiriya and Dharmik Malaviya Resigns : લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં ગત વિધાનસભામાં ગબ્બરની ગૂંજ સંભળાતી હતી,ત્યારે આજે સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાનું નામ હતું. જોકે, આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, સામાજીક કારણોસર રાજીનામું આપ્યું છે. અમે ઘણા સમયથી સક્રિય ન હતા. જેથી પક્ષના સારા કાર્યકરોને પ્રાધન્ય મળે એ માટે રાજીનામું આપ્યું છે. સામાજીક કાર્યમાં વ્યસ્ત હોવાથી રાજકીય કાર્યમાં સહયોગ આપી શકતા ન હતા, જેથી આ નિર્ણય લીધો છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છેકે, નારાજગીની કોઇ વાત નથી. આમ આદમી પાર્ટી પ્રત્યે અમને કોઇ નારાજગી નથી. અમે ઘણા સમયથી નિષ્ક્રિય હતા. નોંધનીય છેકે, 2022માં અલ્પેશ કથીરિયાએ કુમાર કનાણી સામે ચૂંટણી લડી હતી. જ્યારે ધાર્મિક માલવિયાએ ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડી હતી.
આંદોલનકારીમાંથી બન્યા રાજકીય નેતા
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, બંનેની કારમી હાર મળી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube