ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઈ રહ્યું છે. એક દિવસીય આ સત્રમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. આ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવશે. જોકે આ પહેલા જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જે મુજબ ગુજરાતના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કરવાનું નક્કી કર્યું છે.
આ ત્રણ ધારાસભ્યો આપશે ભાજપને સમર્થન
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ થોડીવારમાં રાજ્યપાલને મળશે. ત્રણેય અપક્ષ ધારાસભ્યો આ બાદ ભાજપને ટેકો જાહેર કરશે. ખાસ વાત છે કે ત્રણેય ધારાસભ્યો પહેલા ભાજપમાં જ હતા પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે ત્રણેય ધારાસભ્યોના સમર્થન બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ પણ 156થી વધીને 159 થઈ જશે.
ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા
બાયડ સીટ પરથી ધવલસિંહ ઝાલા અપક્ષ વિજેતા બન્યા હતા. તેમણે બાયડ સીટ પર ટીકીટની માગણી કરી હતી. પરંતુ ભાજપે ભીખીબેન પરમારને ટીકીટ આપી હતી. જેથી નારાજ ધવલસિંહ ઝાલાએ અપક્ષમાં ફોર્મ ભર્યુ હતુ. જો કે, કોગ્રેસના મહેન્દ્રસિંહ વાધેલા અને ભાજપના ભીખીબેન પરમાર પ્રત્યે મતદારોની નારાજગીને લઇને ધવલસિંહને સીધો ફાયદો થયો અને વિજેતા બન્યા હતા. આ અંગે ધવસિંહ ઝાલાનું કહેવું છે કે, ધારાસભ્ય બાદ મતવિસ્તારમાં વિકાસના કામ કરવા હોય તો સત્તા પક્ષ સાથે રહેવું જરુરી છે. આથી અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપને સરકારને ટેકો જાહેર કરવો જરુરી થઇ પડ્યો છે.
ધાનેરા સીટ પરથી માવજી દેસાઇ અપક્ષ ચુંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. માવજી દેસાઇ પણ વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા હતા. 2022માં માવજી દેસાઇએ ટીકીટની માગણી કરી હતી. પરંતુ ભાજપે ટીકીટ ન આપતાં અપક્ષ ચુંટણી લડ્યા હતા. હવે આજે તેઓ પણ વિધિવત રીતે ભાજપને ટેકો જાહેર કરી રહ્યા છે. આવી જ રીતે વાધોડિયા સીટના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાધેલા પણ ભાજપને ટેકો જાહેર કરશે. વાધોડિયા સીટ પર મધુ શ્રીવાસ્તવને હરાવીને ધર્મેન્દ્રસિંહ વાધેલા વિજેતા બન્યા હતા. ધર્મેન્દ્રસિંહ પણ ભાજપ સાથે જોડાયેલા હતા પરંતુ ભાજપે ટીકીટ ન આપતા અપક્ષ ચુંટણી લડ્યા હતા.
પહેલીવાર AAPના ધારાસભ્યો વિધાનસભા પહોંચશે
ગુજરાત વિધાનસભામાં પહેલીવાર આજે AAPની એન્ટ્રી થશે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો વિધાનસભામાં જોવા મળશે. બીજી તરફ હજુ પણ વિપક્ષ નેતાના નામને લઈને કોંગ્રેસમાં અસમંજસ છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ આ અંગે નિર્ણય લેશે. આ માટે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઠરાવ મોકલવામાં આવ્યો છે અને 4 ધારાસભ્યો વિપક્ષ નેતાની રેસમાં છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર,અમિત ચાવડા અને સી.જે.ચાવડાનું નામ આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.