- PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
- સુરત અને ભાવનગરને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ
- અમદાવાદમાં આજે 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે
- સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે
- ગુજરાતનાં 4 લાખ દર્દીઓને મફત સારવાર મળી
- શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં PM આજે સુરત ખાતે 59 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા PM મોદીએ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું છે કે સુરતવાસીઓને નવરાત્રિની અનેક શુભકામનાઓ.
વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત આવીએ અને સુરતી ભોજન લીધા વિના જવુ પડે તે થોડુ મુશ્કેલ લાગે છે. નવરાત્રીના પાવન પર્વ પર ગુજરાતમાં આવવું મારા માટે સૌભાગ્યપૂર્ણ છે. વિકાસ સાથે જોડાયેલ અનેક પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરાયુ છે. ઘણી યોજનાઓ સામાન્ય અને વેપારીઓ માટે લાભકારી છે. સુરત શહેરમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. વિકસિત ભારતના નિર્માણ માટે સુરતનો જુસ્સો સૌથી મહત્વનો છે.
&
Gujarat| It’s my privilege to lay the foundation stone for infrastructure, sports & spiritual destinations in Gujarat during ongoing celebrations of #Navratri… Surat is a great example of ‘Jan Bhagidari’ &unity. People from across India live in Surat, it’s a mini-India: PM Modi pic.twitter.com/qQCqMsghTu
— ANI (@ANI) September 29, 2022
ગુજરાતનાં 4 લાખ દર્દીઓને મફત સારવાર મળી
સુરતનાં સવા લાખ, ગુજરાતનાં 4 લાખ દર્દીઓને મફત સારવાર મળી છે. તથા દેશનાં 35 લાખ લોકોને સસ્તી લોન મળી છે. તાપી નદી પર ડઝનથી વધારે બ્રિજ છે. જેમાં સુરતવાસીઓને આ પુલ સમૃદ્ધિ સાથે જોડે છે. આ પ્રકારની કનેક્ટિવિટી ખુબ ઓછી જોવા મળી છે. જેમાં સુરત સાચા અર્થમાં સેતુઓનો શહેર છે. જે માનવીયતા, રાષ્ટ્રિયતા, સમૃદ્ધિઓની ખાઇઓને જોડી પાર કરે છે. સુરતનાં હીરા, કપડા કારોબાર લોકોને રોજગારી આપે છે.
‘સુરતે દેશના અનેક લોકોને રોજગારી આપી’
વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે હીરા અને કપડા કારોબારમાં સુરતે દેશના અનેક લોકોને રોજગારી આપી છે. ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે દુનિયાભરમાં સુરત વિકસીત છે. પાવરલુમ મેગાકસ્ટરની સ્વીકૃતિ અપાતા સુરત આસપાસની સમસ્યા દૂર થશે.
‘ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સુરતને વધુ વિકસીત કરી રહ્યા છે’
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે તાપી કિનારે બેસીને ભોજન કરવું તે સુરતીઓનો મિજાજ છે. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સુરતને વધુ વિકસીત કરી રહ્યા છે. સુરતના વિકાસ માટે ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલને ખૂબ ખૂબ અભિનંદન. નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત એક એવું શહેર છે જ્યાં એરપોર્ટ માટે સંઘર્ષ થયો હતો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત એક એવું શહેર છે જ્યાં એરપોર્ટ માટે સંઘર્ષ થયો હતો. સુરતને એરપોર્ટ આપવા અગાઉની સરકારને અમે અનેક રજૂઆતો કરી હતી. ડબલ એન્જિનની સરકાર આવતા જ વિકાસના પ્રોજેક્ટને તરત મંજૂરી મળે છે. નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક પોલિસીથી સુરતને ખૂબ ફાયદો થશે. ઘોઘા-હજીરા રોરો ફેરીથી સુરત અને સૌરાષ્ટ્ર દરિયાઇ માર્ગે જોડાયા. રો-રો ફેરીથી સૌરાષ્ટ્રથી આવતા લોકોથી સુરતને ઘણો ફાયદો થશે.
‘સુરતે અનેક મહામારી અને પૂરની વિપદાને પાર કરી વિકાસ કર્યો’
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સુરતે અનેક મહામારી અને પૂરની વિપદાને પાર કરી વિકાસ કર્યો છે. દુનિયા સૌથી ઝડપી વિકસિત થઇ રહેલા શહેરોમાં સુરત અગ્રીમ પંક્તિમાં છે. છેલ્લા બે દાયકામાં સુરતે અન્ય શહેરોની તુલનામાં વધુ ગતિથી પ્રગતિ કરી છે. બે દાયકામાં સુરતમાં ગટર વ્યવસ્થાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા થઇ છે. ડબલ એન્જિનનની સરકાર બનતા સુરતની સરકારની આવાસ યોજનાઓમાં પણ ગતિ આવી છે.
સુરતથી કાશી સુધીની માલસામાન લઇ જનારી ટ્રેન શરૂ કરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત દરમિયાન સુરતમાં તેમણે સુરતી લોકોના ભરપેટ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, સુરતવાળાની ખાસિયત છે, સુરતીલાલાઓને મોજ કર્યા વિના વગર ન ચાલે. બહારથી આવતા લોકો પણ સુરતના રંગે રંગાઈ જાય. હું તો કાશીનો એમ પી છું એટલે લોકો મને સંભળાવે. સુરતનું જમન અને કાશીનું મરણ. સાંજ પડી નથી ને તાપી નદીની આસપાસ ઠંડો પવન ખાવાનો અને ખાઈને જ ઘરે પાછા જવાનું. તાપીના કિનારા સહિત સુરત ને વધુ આધુનિક બનાવવા ના પ્રયાસો થઈ રહ્યા છે.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સુરતથી કાશી સુધીની માલસામાન લઇ જનારી ટ્રેન શરૂ કરાશે. સુરત નીતનવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું તે સિલ્ક સિટી, ડાયમંડ સિટી બાદ હવે ઇલેક્ટ્રિક સિટી તરીકે ઓળખાશે. આવનારા સમયમાં સુરતમાં વિકાસની ગતિમાં ઝડપી બનશે. સુરત વાસીઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
In last 2 decades, we built around 80,000 homes for poor in Surat, uplifting their standard of living. Under Ayushman Bharat scheme, about 4 crore poor patients got free medical treatment in the country, of which over 32 lakh patients are from Gujarat & 1.25 lakh from Surat: PM pic.twitter.com/ufkPMLmUKW
— ANI (@ANI) September 29, 2022
ઝુંપડામાં રહેતા લોકો માટે 20 વર્ષમાં 80 હજાર ઘર બન્યા
દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતનું નામ ગર્વથી લેવાય છે. તથા નવા ડ્રેનેજ નેટવર્કે સુરતને નવું જીવન આપ્યુ છે. સુરતને સાફ રાખવામાં ડ્રેનેજ નેટવર્કે મદદ કરી છે. તેમજ સુરતમાં ઝુંપડપટ્ટીની સંખ્યાઓ પણ ઘટી છે. જેમાં ઝુંપડામાં રહેતા લોકો માટે 20 વર્ષમાં 80 હજાર ઘર બન્યા છે. તેથી સુરત શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ છે. ડબલ એન્જિન સરકારથી અનેક સુવિધાઓ મળી છે. દેશમાં 4 કરોડ ગરીબ દર્દીઓને મફત સારવાર મળી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp