Surat News: સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં આજે સામાન્ય સભા મળી હતી.આ સામાન્ય સભામા શિક્ષણ સમિતિના સભ્ય સિવાય આપના બે કોર્પોરેટર અંદર આવી જતા વિરોધ કરાયો હતો અને સામાન્ય સભા તોફાની બની હતી.
સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી.આ સભામા તમામ કામોને લઈ માહિતી આપવાના આવતી હતી.તે દરમ્યાન વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.જેમાં ફોટો ગ્રાફી ટેન્ડર ,તેમજ કાર્પેટ નું ભાડું 10 હજાર ચૂકવવા માં આવતા વિરોધ કરાયો હતો અને વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા કે 500 રૂપિયા ની કાર્પેટ ના 10 હજાર શા માટે ચૂકવવા .તેનાજ ઉત્તરવહી છાપકામ બજાર ભાવ કરતા વધારે ચૂકવવા માં આવ્યા હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા હતા.
ગઈ વખતે ઝીરો હોવર્સ માં વિપક્ષ ને બોલવા ના દીધા હોવાના આક્ષેપ કર્યા હતા.સાથે શિક્ષણ સમિતિની સામાન્ય સભા ચાલતી હતી. તે દરમ્યાન આપ ના બે કોર્પોરેટર શિક્ષણ સમિતિની સામાન્ય સભા માં ઘુસી ગયા હતા.અંદર આવ્યા બાદ શિક્ષણ સમિતિના સભ્યો એ વિરોધ કર્યો હતો. તે દરમ્યાન પક્ષ અને વિપક્ષમાં ચકમક જરી હતી.
સામાન્ય સભા તોફાની બની હતી.વિપક્ષ કોર્પોરેટર પણ બહાર જવા માટે તૈયાર થયા ના હતા.જેથી ભારે તોફાન મચ્યું હતું.આ ઘટને લઈ શિક્ષણ સમિતિ ના સભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો અને આપના બને કોર્પોરેટર સામે કાયદેસર ની કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સાથે જ આપના બે કોર્પોરેટર શિક્ષણ સમિતિ ની સામાન્ય સભા ની અંદર પ્રવેશી જતા પોલીસ બોલાવવા માં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહે જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા ચાલી રહી હતી. તે દરમિયાન આજે આપના કોર્પોરેટરો હાજર રહ્યા હતા, પરંતુ ચાલુ સામાન્ય સભાએ તેઓ ગેરકાયદેસર રીતે કેટલાક લોકો ધસી આવીને વાતાવરણ બગાડવાનું કૃત્ય કર્યું જે યોગ્ય બાબત નથી. સામાન્ય સભામાં અન્ય કોઈ વ્યક્તિ ખલેલ પહોંચાડે તે ચલાવી લેવામાં આવે નહીં.
પોલીસ બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો મહેશ અણઘણ અને વિપુલ સુહાગીયા સભામાં આવી ગયા હતા. તેમજ પોતાની ગ્રાન્ટની માહિતી આપવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. બંને કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્ય ન હોય તેઓ સામાન્ય સભામાં હાજર રહી ન શકે, તેમ છતાં સભામાં આવીને હંગામો કરતા સતા પક્ષના સભ્યો અને કોર્પોરેટરો વચ્ચે ભારે રકઝક થઈ હતી. જેને પગલે સામાન્ય સભા 15 મિનિટ માટે સ્થગિત કરી દેવાઈ હતી. તેમજ પોલીસ બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સામાન્ય સભા ફરી શરૂ થવાની સાથે જ સમગ્ર વિવાદની નોંધ લેવાઈ હતી.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભાસ ચાલતી હતી તે દરમિયાન ગ્રાન્ટના મુદ્દે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત રજૂ કરી ત્યારે પાલિકાના હાલ નિમાયેલા વિપક્ષના ઉપનેતા મહેશ અણગડ કોર્પોરેટર વિપુલ સુહાગ્યા સહિત કેટલાક કાર્યકરો સામાન્ય સભામાં આવી પહોંચ્યા હતા. શાસક પક્ષના સભ્યોનું આ અંગે ધ્યાન જતા આ કોર્પોરેટરો કેમ આવ્યા તે પ્રશ્ન સાથે જ હોબાળો મચાવ્યો હતો. અમારી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી અને ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષના ઉપનેતા અને કોર્પોરેટરે હોબાળો મચાવ્યો હતો અને શાસક પક્ષના કોર્પોરેટરો સાથે તું તું મેં મેં થઈ જતા સભા અટકી ગઈ હતી. સામાન્ય સભામાં કોર્પોરેટરો ઘૂસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને સામાન્ય સભા અટકી ગઈ હતી.
હિસાબ આપવામાં શાસકોને શું વાંધો છે : વિપક્ષ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે, 3 કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટમાંથી શિક્ષણ સમિતિમાં આપી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોર્પોરેટરે પોતાની ગ્રાન્ટના પૈસા શિક્ષણના વિકાસ માટે અને બાળકોના શિક્ષણમાં સુવિધા આપવા માટે આપ્યા હોય તો તે ક્યાં અને કેવી રીતે ખર્ચ કર્યા છે તેનો હિસાબ આપવો જોઈએ.
મૌખિક હિસાબ માંગવા છતાં પણ આપ્યો નથી, ત્યારબાદ લેખિતમાં પણ હિસાબ માંગવામાં આવ્યો છે, પરંતુ આપતા નથી. આખરે RTI કરવામાં આવી તેમાં પણ કોઈ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. શાસકોને એક એક રૂપિયાનો હિસાબ આપવામાં ડર કેમ લાગે છે તે સમજાતું નથી. જે એમણે ભ્રષ્ટાચાર નથી કર્યો અને યોગ્ય રીતે બાળકોના શિક્ષણ પાછળ રૂપિયા વાપર્યા છે તો તેનો હિસાબ આપવો જોઈએ.
ગ્રાન્ટના ખર્ચમાં હિસાબની માંગણી માટે રજૂઆત
- 10 એપ્રિલ : આધિકારિક લેટરહેડ પર શાસનાધિકારી, સમિતિ અધ્યક્ષ અને ડેપ્યુટી કમિશનર પાસે લેખિતમાં જાણકારી માંગવામાં આવી.
- 21 જુન : તમામ કોર્પોરેટરોનું એક ડેલિગેશન આ બાબતે સમિતિ અધ્યક્ષને રૂબરૂ મળ્યું અને લેખિતમાં ફરી એક વખત જાણકારી માંગી.
- 30 જુન : આધિકારિક લેટરહેડ પર RTI કરીને જાણકારી માંગવામાં આવી.
- 24 ઓગસ્ટ : RTI અંતર્ગત પ્રથમ અપીલની અરજી દાખલ કરવામાં આવી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube