April 9, 2025
KalTak 24 News
Sports

T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની થઇ જાહેરાત,15 સભ્યોની ટીમ વર્લ્ડ કપ માટે તૈયાર

ન્યૂઝીલેન્ડે મંગળવારે (20 સપ્ટેમ્બર) T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ફિન એલન (Finn Allen) અને માઈકલ બ્રેસવેલ (Michael Bracewell) બે નવા ચહેરાઓને તક મળી છે, બાકીના 13 ખેલાડીઓ એ જ છે જે 2021 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, 23 વર્ષીય એલેને તેના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત કર્યા છે. તેની ટૂંકી કારકિર્દીમાં તેણે T20 ઈન્ટરનેશનલ સદી પણ ફટકારી છે.

ન્યૂઝીલેન્ડે આગામી T20 વર્લ્ડ કપ માટે તેન 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થનારી ICC ટૂર્નામેન્ટ માટે કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે. 2021ની ફાઇનલિસ્ટ ન્યૂઝીલેન્ડે ગયા વર્ષની ટીમમાં ત્રણ ફેરફારો કર્યા છે. ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન, માઈકલ બ્રેસવેલ અને ફિન એલનને કાઈલ જેમિસન, ટોડ એસ્ટલી અને ટિમ સેફર્ટની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેલા ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ઓલરાઉન્ડર જિમી નીશમને પણ ટીમમાં જગ્યા મળી છે.

કેન વિલિયમસન ત્રીજી વખત T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરશે, જ્યારે ટીમનો ઓપનર માર્ટિન ગુપ્ટિલ રેકોર્ડ સાતમી વખતT20 વર્લ્ડ કપ રમશે. વળી, ફિન એલન અને માઈકલ બ્રેસવેલ તેમનો પહેલો વર્લ્ડ કપ રમવા જશે. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા ઘરઆંગણે ત્રિકોણીય શ્રેણી રમશે. આમાં તે આઠ દિવસમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે સાત T20 મેચ રમશે. આ ટૂર્નામેન્ટ 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રમાશે. આ પછી કિવી ટીમ બીજા દિવસે 15મીએ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (c), ટિમ સાઉથી, ઈશ સોઢી, મિશેલ સેન્ટનર, ગ્લેન ફિલિપ્સ, જિમી નીશમ, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, માર્ટિન ગુપ્ટિલ, લોકી ફર્ગ્યુસન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, માઈકલ બ્રેસવેલ, ટ્રેન્ટ બોલ્ટ, ફિન એલન

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

IPL 2022 : દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈઝર્સ વચ્ચે જંગ, જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

KalTak24 News Team

ડેટિંગ ! હાર્દિક પંડ્યા ફરીથી પ્રેમમાં પડ્યો! છૂટાછેડા બાદ શું જાસ્મિન વાલીયા વચ્ચે ચાલી રહ્યું છે ઈલુ… ઈલુ…?; વાયરલ તસવીરથી ચર્ચા શરુ

KalTak24 News Team

T-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી,વર્લ્ડ કપમાં નવા લૂક માં જોવા મળશે

KalTak24 News Team