સ્પોર્ટ્સ
Trending

T-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી,વર્લ્ડ કપમાં નવા લૂક માં જોવા મળશે

આગામી 16 ઓક્ટોબરથી T-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી T-20 વર્લ્ડ કપમાં આ નવી જર્સી સાથે ટીમ ઈન્ડિયા જોવા મળશે. BCCI દ્વારા ટીમ ઈન્ડીયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમની ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા રવિવારના રોજ મુંબઇમાં જર્સી લોન્ચ કરવામાં આવી હતી.

આગામી માસ થી એટલે કે 16મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ શરૂ થશે . ત્યારે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ગત વખતે T-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સી સંપૂર્ણપણે નેવી બ્લુ કલરની હતી. પરંતુ આ વખતે જર્સીનો રંગ લાઇટ બ્લૂ છે. આ સાથે તેના શોલ્ડર ડાર્ક બ્લુ કલરના છે. ખાસ વાત એ છે કે T-20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો રંગ પણ એવો જ રહેશે. BCCIએ નવી જર્સી વિશે ટ્વીટ કર્યું, ‘આ દરેક ક્રિકેટ ફેન્સ માટે છે, આ તમારા માટે છે. નવી T-20 જર્સી રજૂ કરી રહ્યાં છીએ – વન બ્લુ જર્સી.

23 ઓક્ટોબરે ખરાખરીનો જંગ
આગામી 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર T-20 વર્લ્ડ કપ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની મેચથી પોતાની શરૂઆત કરશે. પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી T20 જર્સી સામે આવી છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયાની દક્ષિણ આફ્રિકા સાથે ત્રીજી મેચ 30 ઓક્ટોબરે પર્થમાં રમાશે. આ સિવાય ભારત 2 નવેમ્બરે એડિલેડમાં બાંગ્લાદેશ સામે ટકરાશે

વર્લ્ડ કપ માટેની ઈન્ડિયન ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ નો સમાવેશ થયો છે જ્યારે સ્ટેન્ડબાય પ્લેયર્સમાં – મોહમ્મદ શામી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button