- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાનો બિઝનેસ વિસ્તારશે
- જર્મન રિટેલર મેટ્રો એજીનો ભારતીય બિઝનેસ ખરીદી કરી
- કુલ $344 મિલિયનમાં 100 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો (Reliance Industries Limited) બિઝનેસ સતત વધી રહ્યો છે. કંપનીના ચેરમેન અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) એક પછી એક મોટી ડીલ કરી રહ્યા છે. હવે તેણે બીજી મોટી ખરીદી કરી છે. મુકેશ અંબાણીએ જર્મન રિટેલર મેટ્રો એજીનો (German retailer Metro AG) ભારતીય બિઝનેસ ખરીદી લીધો છે. આ ડીલ 2,849 કરોડ રૂપિયામાં થઈ છે.
આ અધિગ્રહણ ટૂંક સમયમાં પૂર્ણ :
મુકેશ અંબાણીએ રિટેલ સેક્ટરમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાની દિશામાં આ મોટું પગલું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ટૂંક સમયમાં મેટ્રો એજીના ભારતીય બિઝનેસને હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એ મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (મેટ્રો ઇન્ડિયા)માં કુલ $344 મિલિયનમાં 100 ટકા ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
34 દેશોમાં Metro AG બિઝનેસ :
મેટ્રો કેશ એન્ડ કેરીના ગ્રાહકોમાં રિટેલર્સ અને ગ્રોસરી સ્ટોર્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેટરર્સ (HoReCa), કોર્પોરેટ, SME, કંપનીઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. મેટ્રો એજી 34 દેશોમાં તેનો વ્યવસાય કરે છે અને વર્ષ 2003માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. તેના બેંગલુરુમાં છ, હૈદરાબાદમાં ચાર, મુંબઈ અને દિલ્હીમાં બે-બે અને કોલકાતા, જયપુર, જલંધર, જીરકપુર, અમૃતસર, અમદાવાદ, સુરત, ઈન્દોર, લખનૌ, મેરઠ, નાસિક, ગાઝિયાબાદ, તુમાકુરુ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુંટુર અને હુબલીમાં એક-એક સ્ટોર છે.
રિલાયન્સ પાસે 16,600 થી વધુ સ્ટોર્સ :
રિલાયન્સ 16,600 થી વધુ સ્ટોર્સ સાથે ભારતની સૌથી મોટી બ્રિક-અને-મોર્ટાર રિટેલર છે. રિલાયન્સ રિટેલના ડાયરેક્ટર ઈશા અંબાણીનું કહેવું છે કે આ ડીલ અમારી નવી વ્યૂહરચના હેઠળ છે. મેટ્રો ઈન્ડિયા ભારતીય B2B માર્કેટમાં એક પીઢ ખેલાડી છે અને તેણે મજબૂત ગ્રાહક અનુભવ પ્રદાન કરતું નક્કર મલ્ટિ-ચેનલ પ્લેટફોર્મ સ્થાપ્યું છે. Metro AGના CEO, સ્ટીફન ગ્ર્યુબેલે જણાવ્યું હતું કે, ‘મેટ્રો ઈન્ડિયા સાથે અમે યોગ્ય સમયે ખૂબ જ ગતિશીલ બજારમાં વિકસતા અને નફાકારક જથ્થાબંધ વ્યવસાયનું વેચાણ કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે અમને રિલાયન્સમાં યોગ્ય ભાગીદાર મળ્યો છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.