September 21, 2024
KalTak 24 News
Politics

15 થી વધુ MLA સાથે શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે ગાયબ! સુરતની હોટલમાં મિટિંગની ચર્ચા

maharst

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) શિવસેનાના સંપર્કમાં ન હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવ્યું છે કે, એકનાથ શિંદે શિવસેના પાર્ટીના 10 ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં રોકાયા છે. એકનાથ સિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે અને ઠાકરે પરિવારથી નારાજ છે. શિંદેના આ પગલાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધી ગયું છે. તેમણે આજે (મંગળવારે) 12 વાગ્યે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

શિવસેનામાં ફુટ પડતી નજર આવે છે અને એકનાથ શિંદે(Eknath Shinde) ગઈકાલથી શિવસેના માટે સંપર્ક બહાર છે. મહારાષ્ટ્રમાં સોમવારે થયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના 11 વોટ ટુટ્યા હતા અને ભાજપમા ઉમેદવાર પ્રસાદ લાડ જીતી ગયા હતા. ત્યાર બાદ એકનાથ શિંદે(Eknath Shinde) અને તેના સમર્થક ધારાસભ્યો ગાયબ થઈ ગયા છે. વિધાન પરિષદની 10 બેઠકો માટે કુલ 11 ઉમેદવારો મેદાનમાં ઉભા હતા. જેમાંથી પાંચ મહા વિકાસ અઘાડીને અને પાંચ બેઠકો ભાજપને મળી હતી. આ સાથે શિવસેનાના નેતૃત્વમાં ચાલતી મહા વિકાસ અઘાડીએ 1 બેઠક ગુમાવવી પડી હતી.

શિવસેનાના 11 ધારાસભ્યો સાથે કોઈ સંપર્ક નથી
પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદે(Eknath Shinde) ગઈકાલે (20 જૂન) સાંજથી સંપર્કમાં નથી. મહારાષ્ટ્રમાં સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના 11 મત તૂટી ગયા હતા અને ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડનો વિજય થયો હતો. ત્યારથી એકનાથ શિંદે(Eknath Shinde) અને તેમના સમર્થકો સંપર્ક વિહોણા છે.

હાલમાં વિશ્વસનીય સૂત્રો પાસેથી એકનાથ શિંદે 11થી 13 ધારાસભ્યો સાથે સુરતમાં હોવાની વાત મળી રહીં છે. 13 ધારાસભ્યો બળવો કરે તો પણ સરકાર પડે એવી સ્થિતીમાં નથી… સરકાર માટે 145 ધારાસભ્ય જોઈએ જ્યારે મહાવિકાસ અઘાડી પાસે 169 ધારાસભ્યો છે.

content image 060042d0 e086 4956 b75d 2a873a587273

એકનાથ શિંદે ગુજરાતની એક હોટલમાં રોકાયા છે
મળતી માહિતી પ્રમાણે શિવસેના નેતા એકનાથ શિંદે બધા ધારાસભ્યો સાથે ગુજરાતમાં છે. શિંદે ગુજરાતના સુરત શહેરમાં સ્થિત ગ્રાન્ડ ભગવતી હોટલ અથવા હોટેલ મેરીડીયનમાં રોકાયા હોવાની આશંકા છે.

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક બોલાવી
એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સીએમ ઉદ્ધવે બપોરે 12 વાગ્યે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

content image 4729e023 ff37 446d b62e 8546374ad3d5

કયા કયા ધારાસભ્યો સંપર્ક વિહોણા?

1.એકનાથ શિંદે – કાોપરી 2. અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ 3. શંભૂરાજ દેસાઇ – સતારા 4. સંદિપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ 5. ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ 6. ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ 7. નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા 8. અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી 9. વિશ્વનાથ ભોઇર – ~લ્યાણ પશ્ચિમ 10. સંજય ગાયકવાડ – બુલઢાણા 11. સંજય રામુલકર – મેહકર 12. મહેશ સિંદે – કોરેગાંવ – સતારા 13. શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર 14. પ્રકાશ અબિટકર – રાધાપુરી – કાોલ્હાપૂર 15. સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ 16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ 17. તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ 18. સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ 19. રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ

રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણી પછી નારાજ છે
જ્યારે 2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ત્યારે શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા. તેઓ બાળ ઠાકરે સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાનપરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમને સાઈડલાઈન કર્યા હતા. ત્યાર પછી તેઓ નારાજ છે.

તો મહારાષ્ટ્ર સરકાર પડી જશે
મહારાષ્ટ્રમાં જો 13 ધારાસભ્યો બળવો કરશે તો સરકાર પડી જશે. વાસ્તવમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેને 153 ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે. સરકાર બનાવવા માટે 144 ધારાસભ્યો જોઈએ.કારણ કે હાલમાં એક બેઠક ખાલી છે. જો શિવસેનામાં ભાગલા પડશે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે.

સતત અપડેટ કરી રહ્યા છીએ 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

PM મોદી આજે સૌરાષ્ટ્રમાં ગજવશે સભા, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

KalTak24 News Team

ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે? કેજરીવાલે ટ્વીટ કરીને કરી મહત્વની જાહેરાત

Sanskar Sojitra

અમદાવાદના નરોડા બેઠક પર ભાજપે યુવા ચહેરો મેદાનમાં ઉતાર્યા, ડો. પાયલ કુકરાણી છે સૌથી નાની વયના ઉમેદવાર

KalTak24 News Team