Amreli: ભારતમાં પ્રાચીન પરંપરાથી ગુરુ અને શિષ્ય વચ્ચે અતૂત સબંધ છે. એક સારા શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણને લઈને સમર્પિત રહે છે. આજના આધુનિક યુગમાં પણ આવા જ કેટલાક કિસ્સાઓ સામે આવી જાય છે, જે શિક્ષકની શાળા અને વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરે છે. આવા જ દ્રશ્યો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામેથી સામે આવ્યા છે. જેમાં શિક્ષકની બદલી થતાં તેઓ ગામમાંથી વિદાય લઈ રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ છલકાયા હતા.
હકીકતમાં મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામના વતની એવા રાઘવ કટકીયા છેલ્લા 9 વર્ષની મીતીયાળા ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાઘવ કટકીયા પોતાના આગવા અંદાજમાં રમતા-રમતા વિદ્યાર્થીઓને ભણાવતા હોવાથી તેઓ ‘રઘુ રમકડું’ તરીકે ગામમાં લોકપ્રિય હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અવારનવાર રાઘવ કટકીયાની શિક્ષક તરીકેની કામગીરીને બિરદાવવામાં આવી ચૂકી છે.
રઘુ રમકડું તરીકે પ્રચલિત શિક્ષક રાઘવભાઈની શાળા-વિદાયના ભાવુક દ્રશ્યો, જેમાં બાળકો એના ગમતા શિક્ષકને ‘આવજો’ કહેવા માટે આંસુનો સહારો લઈ રહ્યા છે..!!
આવા ભાવુક દ્રશ્યો જ એક શિક્ષકના જીવનનું અને વહેવડાવેલ લાગણીઓનું પરિણામ છે.સાહેબને એના આગળના જીવન માટે ખૂબ શુભકામનાઓ!! #amreli pic.twitter.com/GouCI9qRh7— Sanskar Sojitra (@sanskar_sojitra) September 24, 2024
જો કે રાઘવ કટકીયાની પોતાના વતન માંડવડમાં બદલી થતાં વિદ્યાર્થીઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. મીતીયાળા ગામના ગ્રામજનો દ્વારા ઘોડા પર બેસાડીને શિક્ષકને વિદાય આપવામાં આવી હતી. આ સમયે સ્કૂલના વિદ્યાર્થીઓની લાગણી જોઈને શિક્ષક રઘુ રમકડું પણ પોતાના આંસુ રોકી શક્યા નહતા અને તેઓ પણ રડી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
8 વર્ષથી મિતિયાળાની શાળામાં હતા શિક્ષક
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube