Ahmedabad: અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક બાળકીનું મોત થયું છે.
અમદાવાદના દાણીલીમડામાં આગનું કારણ સામે આવ્યું છે. ખ્વાજા ફ્લેટમાં ઈલેક્ટ્રીક પેનલ અને એક્ટિવાના કારણે આગ ફેલાઇ હતી. આગની ઘટનામાં એક બાળકીનું મોત થયું હતું જ્યારે આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર વિભાગે 27 લોકોને બચાવ્યા હતા. તેમને સારવાર માટે એલજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, દાણીલીમડામાં પટેલ વાસમાં ખ્વાજા ફ્લેટ આવેલા છે. જેમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી. પાર્કિંગમાં લાગેલી આગ બીજા માળ સુધી પ્રસરી હતી. આગના પગલે રહેવાસીઓમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જોકે આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ બનાવમાં 27 જેટલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું હતું. બનાવમાં 9 લોકો દાઝી જતાં તેમને સારવાર અર્થે મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મણિનગર એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યા પ્રમાણે ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં 9 લોકો દાઝી ગયા હતા. જેમાં એક 15 દિવસના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. હાલ તેઓ સારવાર હેઠળ છે.
ફાયરની ગાડી અંદર સુધી પહોંચી ન શકી
ખૂબ જ સાંકડી જગ્યામાં ફ્લેટ હોવાના કારણે ફાયર બ્રિગેડનું વાહન અંદર સુધી પહોંચી શક્યું નહોતું. ફ્લેટ પણ ખૂબ જ નાની જગ્યામાં પાંચ માળ સુધી ઉભો કરી દેવામાં આવેલો છે. ખૂબ જ નાનો સાંકડો રસ્તો હોવાના કારણે વાહન છેક સુધી પહોંચી શક્યું નહોતું. બીજી તરફ ફ્લેટમાં સીડીઓમાં પણ સામાન પડ્યો હતો. જેના કારણે લોકો પણ ઝડપથી નીચે ઉતરી શક્યા નહોતા. વાહન પાર્કિંગની કોઈ જ સુવિધા નહોતી, મીટરની નજીક વાહન મૂક્યા હતા. જેના કારણે આગ વધારે પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube