November 21, 2024
KalTak 24 News
PoliticsBharat

મહારાષ્ટ્ર-ઝારખંડની ચૂંટણીની તારીખો આજે જાહેર થશે, બપોરે 3.30 વાગ્યે ચૂંટણીપંચની પત્રકાર પરિષદ

Maharashtra-Assembly-Election-2024-Dates-768x432.jpg

Maharashtra Jharkhand assembly election 2024 dates:મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ (Jharkhand) ચૂંટણીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે ચૂંટણી પંચ બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચે એક પત્ર જારી કરીને કહ્યું છે કે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની તારીખની પણ જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીની તારીખો આજે થશે જાહેર

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થાય છે જ્યારે ઝારખંડનો કાર્યકાળ આવતા વર્ષે 5 જાન્યુઆરીએ પૂરો થાય છે. ચૂંટણી પંચ મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આ સાથે તેઓ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી શકે છે. ચૂંટણી પંચે બપોરે 3.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે મતદાન

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019 માં યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના જોડાણ એનડીએને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ આંતરિક વિખવાદને કારણે, શિવસેના ગઠબંધન (NDA) છોડીને રાષ્ટ્રવાદીમાં જોડાઈ હતી.

મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેનું રાજકીય વાતાવરણ હાલ ગરમ

મહારાષ્ટ્ર અને ઝારખંડ બંનેનું રાજકીય વાતાવરણ હાલ ગરમ છે. રાજ્યો ઉપરાંત આ ચૂંટણીની અસર રાષ્ટ્રીય રાજનીતિ પર પણ થવાની છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે. આ ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મહારાષ્ટ્રના મતદારો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકે છે કે પછી શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ જૂથ) અને કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે છે.

ઝારખંડમાં 81 બેઠકો માટે મતદાન

મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

BREAKING NEWS: કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, કહ્યું-છેલ્લા ઘણાં સમયથી ગૂંગળામણ અનુભવતો હતો

KalTak24 News Team

15 થી વધુ MLA સાથે શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે ગાયબ! સુરતની હોટલમાં મિટિંગની ચર્ચા

KalTak24 News Team

રાજસ્થાનના નવા CM તરીકે આજે શપથ લેશે ભજનલાલ શર્મા, PM મોદી સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં થશે સામેલ,જાણો સમગ્ર કાર્યક્રમ?

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..