April 8, 2025
KalTak 24 News
Bharat

કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો,પહેલી જાન્યુઆરી પહેલાં જ લેવાયો નિર્ણય,જાણો હવે કેટલા થયા ભાવ

LPG Cylinder Price Reduced
  • LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો 
  • 39.50 રૂપિયા સસ્તો થયો ગેસ 
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડના ભાવમાં થયો ઘટાડો 

LPG Cylinder price: 1 જાન્યુઆરી પહેલા જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી એટલે કે 22 ડિસેમ્બરથી દિલ્હીથી પટના સુધી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે, આજથી દિલ્હીમાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર 1757 રૂપિયામાં મળશે. પહેલા તે 1796.50 રૂપિયામાં ઉપલબ્ધ હતો. કોલકાતામાં તે જ 19 કિલોના સિલિન્ડરની કિંમત હવે 1868.50 રૂપિયા છે. 1 ડિસેમ્બરથી ગઈકાલ સુધી તે 1908 રૂપિયામાં વેચાતો હતો. હવે મુંબઈમાં આ જ સિલિન્ડર 1749 રૂપિયાના બદલે 1710 રૂપિયામાં મળશે.

મુંબઈમાં આજ સિલિન્ડર 1749 રૂપિયાની જગ્યા પર 1710 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં આજથી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તો થઈને 1929 રૂપિયામાં વેચાશે. જણાવી દઈએ કે ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના રેટ વધ્યા હતા. તેના પહેલા 16 નવેમ્બર કરવાચોથના દિવસે જ 19 કિલો વાળા એલપીજી સિલિન્ડર 100 રૂપિયાથી વધારે મોંઘો થઈ ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 16 નવેમ્બરે કરવા ચોથના દિવસે 19 કિલોનો LPG સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘો થયો હતો.

ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરાયો નથી
14.2 kg LPG સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર નથી. 30 ઓગસ્ટ 2023ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર આપવામાં આવેલા અપડેટ મુજબ, આજે પણ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર 30 ઓગસ્ટના રોજ સમાન દરે ઉપલબ્ધ છે.

 

 

 

Related posts

દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત; દિલ્હીથી ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત

KalTak24 News Team

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર કરનારા શ્યામ સરન નેગીનું 106 વર્ષની વયે નિધન, 2 દિવસ અગાઉ જ કર્યું હતું મતદાન

Sanskar Sojitra

લદ્દાખને લઇને મોદી સરકારનો મોટો નિર્ણય,લદ્દાખને મળશે પાંચ નવા જિલ્લાઓ;ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી જાણકારી

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં