November 21, 2024
KalTak 24 News
Viral Video

“મારા લાડુ ગોપાલને વાગ્યું છે…” એમ્બ્યુલન્સમાં ભગવાન કૃષ્ણની મૂર્તિને લઈને હોસ્પિટલ પહોંચ્યો ભક્ત,રડતા રડતા ડોક્ટરને સારવાર કરવા કરી આજીજી…જુઓ વીડિયો

Laddugopal viral video
God was taken to the hospital in an ambulance:ઈશ્વર પર લોકોને અતૂટ શ્રદ્ધા હોય છે અને હંમેશા ઈશ્વર આગળ ભક્તો નતમસ્તક થઈને જ ઉભા રહે છે. ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં પણ ઈશ્વરની પ્રતિમા રાખે છે અને તેનું પણ બખૂબી જતન કરતા હોય છે. ત્યારે ભક્ત અને ઈશ્વર પ્રત્યેના આ પ્રેમનો એક અદભુત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ભક્ત ભગવાનને સ્નાન કરાવી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી લાડુ ગોપાલની મૂર્તિ પડી ગઈ. જેથી તેઓ ગિરધર ગોપાલને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાને પહોંચ્યા હતા. આ ઘટના UPના શાહજહાંપુરની છે.મૂર્તિ લઈને તે ડોકટરની સામે જોરજોરથી રડવા લાગ્યો. કહેવા લાગ્યો કે તેના બાળગોપાલને ઈજા થઈ છે, તેમની સારવાર કરી દો. યુવકની જિદ સામે ડોકટરે મૂર્તિને ચેક કરી ત્યારબાદ યુવકને હાસકારો થયો.

જુઓ VIDEO:

રડતાં રડતાં તેણે ડૉક્ટરને કહ્યું કે મારા ગિરધરને ગંભીર ઈજા થઈ છે, કૃપા કરીને તેની સારવાર કરો. તેમની ભક્તિ અને લાગણીઓને સમજીને, ડૉક્ટરે તેનું દિલ રાખવા માટે લાડુ ગોપાલને તપાસ અને તેમને કહ્યું કે ગિરધર ગોપાલ હવે ઠીક છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં, ભગવાન પ્રત્યેના ભક્તના અદ્ભુત પ્રેમને જોવા માટે હોસ્પિટલની આસપાસ લોકોની કતાર લાગી ગઈ છે.

3.god was taken to the hospital in an ambulance

તમે અવારનવાર ભગવાન માટે ભક્તોના પ્રેમની વાર્તાઓ અને ટુચકાઓ સાંભળી હશે, પરંતુ શાહજહાંપુરના ખુટાર સીએચસીમાં જે બન્યું તે વાયરલ વીડિયો જોયા પછી તમે કદાચ ભક્તિમાં તરબોળ થઈ જશો. જણાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ એમ્બ્યુલન્સમાં લાડુ ગોપાલ સાથે સીએચસી હોસ્પિટલ પહોંચ્યો હતો. તે મૂર્તિને હાથમાં પકડીને રડી રહ્યો હતો. રડતાં રડતાં તેણે ડૉ. સાહેબને કહ્યું કે ‘મારો ગિરધર ગોપાલ સ્નાન કરતી વખતે તેમના હાથમાંથી પડી ગયા હતા.

એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચ્યો યુવક

મીડિયા રિપોર્ટસ મુજબ, યુવકનું નામ રિન્કૂ છે. તે સુજાનપુર ગામનો રહેવાસી છે. તેણે મંગળવાર, 26 માર્ચની રાત્રે 108 નંબર એમ્બ્યુલન્સ પર ફોન કર્યો. એમ્બ્યુલન્સને તેણે પોતે બીમાર હોવાનું જણાવ્યું. સૂચના મળતા જ્યારે ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈને સુજાનપુર ગામ પહોંચી તો રિન્કૂ કૃષ્ણ મૂર્તિને હાથમાં લઈને બહાર આવ્યો. મૂર્તિની સારવાર કરાવવાની વાત કહીને તે CHC પહોંચ્યો.

1.god was taken to the hospital in an ambulance

નવડાવતી વખતે મૂર્તિ પડી

રિન્કૂએ હોસ્પિટલમાં સ્ટાફને જણાવ્યું કે સ્નાન કરાવતી વખતે તેના હાથમાંથી મૂર્તિ ફસકી ગઈ. આ કારણે તેના બાળગોપાલને ઈજા થઈ છે. તેથી તેમની સારવાર કરાવવી ઘણી જ જરુરી છે કે જેથી તે ઝડપથી સ્વસ્થ થઈ શકે. જે બાદ ડોકટરોને જોઈને તે જોરજોરથી રડવા લાગ્યો. આ જોઈને ડોકટર અને સ્ટાફના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

2.god was taken to the hospital in an ambulance

‘ડોક્ટર સાહેબ, મહેરબાની કરીને મારા લાડુ ગોપાલજીની સારવાર કરો. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હશે.’ નજીકમાં ઉભેલી નર્સે કહ્યું, રડો નહીં, હવે તમારા ગિરધર ગોપાલને કંઈક ખવડાવો, કહો તો કંઈક મંગાવી દઉં? તો ભક્તે કહ્યું કે ગોપાલ માટે બધું જ ઘરમાં રાખ્યું છે. ડૉ. અંકિત વર્માએ જણાવ્યું કે મંગળવારે રિંકુ નામના વ્યક્તિએ 108 નંબર પર એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તે પોતાની ગોપાલ મૂર્તિને હોસ્પિટલ લઈ આવ્યો. બાદમાં તેના પરિવારને જાણ કર્યા બાદ તેને તેના પરિવાર સાથે ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

માં હોસ્પિટલ આવીને પુત્રને મનાવીને લઈ ગઈ

હોસ્પિટલમાં હાજર તમામ લોકોએ રિન્કૂને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ન માન્યો. યુવક જિદ પર અડગ હતો. અંતે તેના સંતોષ ખાત ડોકટરે મૂર્તિનું ચેકઅપ કર્યું. જે બાદ સ્ટાફે રિન્કૂના પરિવારને જાણ કરી ત્યારે તેની માતા હોસ્પિટલ આવી અને રિન્કૂને સમજાવીને ઘરે લઈ ગઈ.

 

Group 69

 

 

Related posts

આંધ્રપ્રદેશ/ તિરુપતિના શ્રીકાલાહસ્તી મંદિરમાં પહોંચ્યા 30 રશિયન પ્રવાસીઓ,રાહુ કેતુની કરી પૂજા;જુઓ VIDEO

KalTak24 News Team

‘પ્યારા ભૈયા મેરા દુલ્હા રાજા બન કે…!’- ભાઈના લગ્નમાં બહેને કરેલા ડાન્સનો વિડિયો ખુબ જ વાયરલ,લોકોનું દિલ જીત્યું, તમે પણ જોઈને કેહેશો કે વાહ..

Sanskar Sojitra

VIDEO/ ભોલેનાથના ત્રિશૂળ પર વીજળી પડી! તમે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જ જોયું હશે,આજે જ સાક્ષાત દર્શન કરો,જુઓ વાયરલ વિડિયો

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..