HOLI: હવે હોળી(Holi) તહેવાર બહુ નજીક આવી રહ્યો છે, ત્યારે રંગો(Colour)થી રમવાનો ઉત્સાહ તો લોકો હશે જ,પરંતુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણા લોકોને રંગોથી એલર્જી થાય છે. હોળી એક એવો તહેવાર છે, જેમાં આપણે બીજુ કઈં વિચારવાની જગ્યાએ રંગોથી રમીએ છીએ. એવામાં જે લોકોને રંગોથી એલર્જી હોય તેમને બહુ સમસ્યા નડે છે. તો ચાલો જાણીએ રંગોની એલર્જીથી કેવી રીતે બચી શકાય.
તેલ કે ઘી લગાવો
હોળી રમતાં પહેલાં ત્વચા પર તેલ કે ઘી લગાવવું જોઈએ, તેનાથી તમને કોઈ એલર્જી નહીં થાય અને ત્વચા પર કોઈ અસર નહીં થાય. રંગોમાં બહુ ભેળસેળ હોય છે. એવામાં તેનાથી બચવા માટે શરીર પર તેલ કે ઘી લગાવવું જોઈએ. ખાસ કરીને એલર્જીવાળા લોકો માટે તેલ અને ઘી બહુ ફાયદાકારક રહે છે. એવામાં તમે રંગોની એલર્જીથી બચી શકો છો.
બેસનનો ઘોળ
પાણી અને બેસનનો ઘોળ તૈયાર કરો. હોળી રમ્યા બાદ જ્યારે તમે શરીર પરથી રંગો ઉતારી રહ્યા હોવ ત્યારે સૌથી પહેલાં શરીર પર બેસનનો ઘોળ લગાવો. આમ કરવાથી તમને કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન નહીં થાય. તમે ઈચ્છો તો બેસન અને તેલનો ઘોળ બનાવીને પણ શરીર પર મસળી શકો છો. તેનાથી તમે સરળતાથી રંગોને કાઢી શકો છો અને કોઈ ઈન્ફેક્શનનો સામનો નહીં કરવો પડે.
દહીં લગાવો
દહીં ખાવા માટે જેટલું ઉત્તમ અને ફાયદાકારક ગણાય છે, એ જ રીતે તે ચહેરા પર લગાવવાથી પણ ફાયદાકારક ગણાય છે. એવામાં ત્વચા પરથો હોળીના રંગો નીકળતા ન હોય, અથવા કોઈ પ્રકારની એલર્જી હોય તો, હોળી રમ્યા બાદ શરીર પર દહીં લગાવવું જોઈએ. દહીં લગાવીને થોડીવાર માટે રહેવા દો અને પછી હળવા હાથે ચહેરા અને શરીર પર મસાજ કરો. થોડીવાર બાદ હળવા ઠંડા પાણીથી સ્નાન કરી લો. થોડી જ મિનિટોમાં શરીર પરનો રંગ નીકળી જશે અને તમને કોઈ પ્રકારની એલર્જી પણ નહીં થાય.
એલોવેરા
રોજ ચહેરા કે ત્વચા પર એલોવેરા લગાવી શકાય છે. એલોવેરા કોઈપણ પ્રકારની એલર્જીથી આપણને બચાવે છે. એવામાં તમે હોળીની એલર્જીથી બચવા માટે પણ એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે એલોવેરાનો છોડ હોય તો, તેનું પાન તોડો અને શરીર પર લગાવો. જો તમારી પાસે એલોવેરાનો છોડ ન હોય તો, એલોવેરા જેલ પણ ખરીદી શકો છો, અથવા તમને બજારમાંથી પણ સરળતાથી મળી રહેશે. તેને ત્વચા પર લગાવો અને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. તેનાથી રંગ નીકળી જશે અને તમને કોઈ પ્રકારની એલર્જી પણ નહીં થાય.
જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર ચોક્કસથી કરજો. આ જ પ્રકારના વધુ લેખ વાંચવા માટે સંકળાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ કલતક ૨૪ પર..
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે kaltak24news@gmail.com પર અમારો સંપર્ક કરો.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp