‘લોકોને મફતની સેવા આપીને માલ કઢાવી’ લેનાર રિલાયન્સ Jio તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવેથી Jioના ગ્રાહકોએ રિચાર્જના વધારે પૈસા ચુકવવા પડશે. રિલાયન્સ Jioએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે. જિયોએ 17 પ્રીપેડ અને 2 પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો કરી દીધો છે જે 3 જુલાઈથી અમલી બનશે.
3 જુલાઈથી JIO રિચાર્જના વધારે પૈસા આપવા પડશે
તમામ રિચાર્જ પ્લાન પર Jioનો વધારો 3 જુલાઈથી લાગુ પડશે, એટલે આ તારીખથી ડેટા અને કોલિંગ માટે વધારે પૈસા ચુકવવા પડશે. સસ્તામાં પ્લાન લેવા માટે હજુ અઠવાડિયું બાકી છે પછી વધારે પૈસા આપવા પડશે.
Media Release – Jio Introduces New Unlimited Plans
Continues to Provide Best Value to Customers pic.twitter.com/MUng7WL4H0
— Reliance Industries Limited (@RIL_Updates) June 27, 2024
રિલાયન્સ Jioએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15% થી 25% સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. હવે 239 રૂપિયાનો સૌથી લોકપ્રિય પ્લાન 299 રૂપિયામાં ઉપલબ્ધ થઈ ગયો છે.
આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન 155 રૂપિયાનો હતો, હવે તેની કિંમત ઘટાડીને 189 રૂપિયા કરી દેવામાં આવી છે. જિઓએ પોતાના પ્લાનમાં 34થી લઇને 600 રૂપિયા સુધીનો વધારો થયો છે.
કયો પ્લાન કેટલો મોંઘો
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube