- જામનગરમાં ખેતરમાં બોરમાં બાળકી ફસાવાનો મામલો
- બોરમાંથી બાળકીને મૃત હાલતમાં બહાર કાઢાઈ
- આખી રાત બાળકીને બચાવવા ચાલ્યું ઓપરેશન
જામનગર: ગઇકાલે સવારે જામનગર જિલ્લાના તમાચણ ગામમાં 2 વર્ષની બાળકી 250 ફૂટ ઊંડા બોરવેલમાં 20 ફૂટ આસપાસ ફસાઈ ગઇ હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત સેના પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઇ હતી. પરંતુ આ ઘટનાને લઇને ખૂબ જ દુખદ સમાચાર સમાચાર સામે આવી રહ્યા છે. લગભગ 20 કલાકની ભારે જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઇ નથી. આજે વહેલી સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
આજે વહેલી સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. NDRFની મદદથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રોશનીને મૃત હાલતમાં બોરવેલમાંથી બહાર કઢાઈ હતી. વહેલી સવારે 5:45એ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. રોશની ગઈકાલે સવારે 9:30 વાગ્યે બોરવેલમાં પડી હતી.
મહત્ત્વનું છે કે, શનિવારે સવારે 9.30 થી 10 ના સમયગાળા દરમિયાનબાળકીને બચાવવા માટે સૌપ્રથમ ફાયર બ્રિગેડ, આર્મીના જવાનો કામે લાગ્યા હતા. ત્યારબાદ રાત્રિના 7:30 કલાક બાદ NDRFની ટીમ પણ તમાચણ ગામે પહોંચી હતી અને બાળકીને કાઢવા માટે રેસ્કયૂ હાથ ધરવામાં આવ્યું હતું. 21 કલાકની તંત્ર અને લોકોની મહા મહેનત બાદ પણ અંતે રોશનીની રોશની બુઝાઈ ગઈ હતી. જેથી પરિવારજનો સહિતમાં શોક છવાયો હતો.
NDRF ની મદદ લેવાઈ
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રોશનીને બહાર કાઢવા માટે સતત 10 કલાક પ્રયાસો કર્યાં પરંતુ કોઈ સફળતા નહી મળતા વડોદરાથી NDRF ની ટીમ બોલાવવામાં આવી હતી. NDRF ની ટીમ દ્રારા હાઈટેક ઉપકરણોથી બોરવેલમાથી બાળકીને બહાર કાઢવા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈ સફળતા સાંપડી નહોતી.
ગઇકાલે જિલ્લાના તમાચણ ગામમાં 2 વર્ષની બાળકી 250 ફૂટ ઊંડા બોરવેલમાં 20 ફૂટ આસપાસ ફસાઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના ધાર વિસ્તારના વતની લાલુભાઈભાઈ વાસ્કેલ પત્ની તેમજ બાળકો સાથે તમાચણ ગામ આવ્યા છે. ત્યારે 3 જૂન શનિવારના દિવસે સવારના અંદાજિત 9:30 વાગ્યા આસપાસ ખેતરમાં આવેલા એક બોરવેલમાં 2 વર્ષીય બાળકી રોશની પડી ગઈ હતી.
સમગ્ર બનાવની જાણ પરિવારને થતા તેમણે વાડી માલિકને જાણ કરી હતી. ત્યારે આ મામલે સરપંચ સહિતના ગ્રામજનોએ પંચકોષી એ-ડિવિઝન પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા અંદાજિત 10:30 વાગ્યા આસપાસ પોલીસઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ 11 વાગ્યા આસપાસ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
આ બનાવ બાબતે જામનગર તેમજ કાલાવડનો ફાયરબ્રિગેડનો સ્ટાફ રેસ્ક્યૂની કામગીરીમાં જોડાયો હતો. તેમજ ઘટનાની ગંભીરતાને જોતા મદ્રાસ રેજીમેન્ટની ટીમ અંદાજિત 3 વાગ્યા આસપાસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. મદ્રાસ રેજીમેન્ટના મેજર સચિન સંધુ સહિતના અધિકારીઓ રેસ્ક્યૂની કામગીરીમાં જોડાયા હતા. પરંતુ કલાકોની જહેમત બાદ પણ સફળતા હાથ ન લાગતા NDRFની ટીમ ઘટના બન્યાના 10 કલાક બાદ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
રાત્રિના 8:15 કલાક બાદ NDRFના જવાનો દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે. શરૂઆતની કલાકોમાં બાળકીને પાણીમાં ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું હતું. પરંતુ સાંજના પાંચ વાગ્યે બાદ પાણીમાં ઓક્સિજન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યૂની કામગીરી કરી રહેલા અધિકારીઓ દ્વારા પાણીમાં કેમેરો નાખીને બાળકીની મૂવમેન્ટ બાબતે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકી કોઈ પણ જાતનો રિસ્પોન્ડ ન કરતી હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત બોરવેલની આસપાસ બે અલગ અલગ ખાડા પણ પાડવામાં આવ્યા હતા. આ બનાવ સંબંધે મામલતદાર એસડીએમ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અનેક ટીમો રેસ્ક્યૂમાં જોડાઈ
આ બાળકીનું રેસ્ક્યૂ કરવા આર્મીની પણ મદદ લેવાઈ છે. બાળકીનું રેસ્ક્યૂ કરવામાં JCBની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ JCBની કેપિસિટી પૂર્ણ થઈ ગઈ હતી. જેથી બાળકીનું રેસ્ક્યૂ કરવા હિટાચી મશીન મંગાવવામાં આવ્યું હતું. રાજુલાના મહેશભાઈ આહીર રોબોટ લઇ રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા. જોકે, ભારે મહેનત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ