- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર
- ચંદ્રયાન-3માં અવાજ આપનાર વૈજ્ઞાનિકનું નિધન
- ISROના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન
ISRO scientist Passes Away: ચંદ્રયાન-3 હોય કે ઈસરોના કોઈપણ સેટેલાઇટ લોન્ચિંગ. જ્યારે આખી દુનિયાની નજર રોકેટ પર હોય છે ત્યારે કાનમાં એક જ અવાજ આવે છે. આ કાઉન્ટડાઉનનો અવાજ હોય છે. શ્રીહરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન 10,9,8,7 સંભળાય છે. મહિલાનો કાઉન્ટડાઉનનો અવાજ હવે લોકોને સંભળાશે નહીં. આ કાઉન્ટડાઉન અવાજ ચંદ્રયાન-3 લોન્ચિંગ દરમિયાન સંભળાયો હતો. આ અવાજ આપનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમને છેલ્લે 30 જુલાઈના રોજ PSLV-C56 મિશન માટે કાઉન્ટડાઉન કરતા સાંભળવામાં આવ્યા હતા.
ISROની દરેક સફળતાની ભારત ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઈસરો તરફથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. ઈસરોના તમામ પ્રક્ષેપણના કાઉન્ટડાઉન દરમિયાન જે અવાજ સંભળાયો તે વલારમથીનો હતો. પરંતુ હવે આ અવાજ ફરીથી સંભળવા નહી મળે.
વૈજ્ઞાનિક વલારમથીનું છેલ્લું મિશન ચંદ્રયાન-3 હતું, જે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તે સમય દરમિયાન તમે ઈસરોમાંથી જે અવાજ સાંભળ્યો હતો તે વલારમથીનો હતો. તમિલનાડુના અલિયાઉરની વતની વલારમથીએ શનિવારે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.
The voice of Valarmathi Madam will not be there for the countdowns of future missions of ISRO from Sriharikotta. Chandrayan 3 was her final countdown announcement. An unexpected demise . Feel so sad.Pranams! pic.twitter.com/T9cMQkLU6J
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 3, 2023
ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પી.વી. વેંકટકૃષ્ણને ટ્વિટ કરીને વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું છે કે શ્રીહરિકોટામાં ઈસરોના આગામી મિશન દરમિયાન કાઉન્ટડાઉનમાં હવે વલારમથી મેડમનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન-3 તેમની અંતિમ જાહેરાત હતી. આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.
ઇસરોએ દુઃખ વ્યક્ત કર્યું
વલારમથીના નિધન પર ISROએ કહ્યું કે રોકેટ પ્રક્ષેપણ કાઉન્ટડાઉન પાછળનો પ્રતિષ્ઠિત મહિલા અવાજ શ્રીહરિકોટાના ભવિષ્યના મિશનમાં સંભળાશે નહીં. વલારમથીના નિધનથી અવાજ અનંતકાળ માટે ઝાંખો પડી ગયો છે! શનિવાર સાંજે ચેન્નઈની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મહિલા વૈજ્ઞાનિક વલારમતીનું અવસાન થયું હતું.
The voice of Valarmathi Madam, Chandrayan 3 was her final countdown announcement. An unexpected demise . Feel so sad. pic.twitter.com/zQFIIZIj84
— Deepak Tirkey🇮🇳 (@Deepaktirkey09) September 4, 2023
.
વલારમથી તેમના સાથીદારોમાં ‘મૅમ’ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ઘણા વર્ષોથી ISRO ટીમનો અભિન્ન ભાગ હતા. આત્મવિશ્વાસથી ભરપૂર તેમના વિશિષ્ટ અવાજે ISROના ઘણા સફળ રોકેટ પ્રક્ષેપણને માર્ગદર્શન આપ્યું છે. તેમણે દેશની અવકાશ સંશોધન યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નઈમાં જન્મેલા અને ઉછરેલા વલારમથી નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જુસ્સાદાર હતા. તેઓએ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું અને નાની ઉંમરે ISROમાં જોડાઈ ગયા હતા.
દેશવાસીઓ સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિક વલારમથીને યાદ કરી રહ્યા છે અને ઈસરોમાં તેમના યોગદાનને સલામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના અવાજની પ્રશંસા કરી રહી છે અને દરેક સાથે કનેક્શન કેવી રીતે બન્યું તે વિશે લખી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube