અમદાવાદ:આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે તેમની જગ્યાએ ઇશુદાન ગઢવીને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતમાં મોટા ફેરફાર કરાયા છે. ઇસુદાન ગઢવીને બનાવાયા AAPના પ્રદેશ અધ્યક્ષ, તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. રમેશ પટેલને ઉતર ગુજરાના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જગમલ વાળાને સૌરાષ્ટ્રના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. જેવલ વસરાને મધ્ય ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે અને કૈલાશ ગઢવીને કચ્છના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યાં છે. વિધાનસભામાં કંઈ ખાસ પરિણામ ન મળ્યા બાદ હવે પાર્ટી ફરીવાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તે ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઝંપલાવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીમાં સેંકડો લોકો જોડાતા હતાં. તે છતાં પણ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી જેવા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં રાજકીય નિષ્ણાંતોના મતે આમ આદમી પાર્ટીના કારણે જ કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.