- 2023ના નોબેલ પુરસ્કારનું એલાન
- કેટાલિન કારિકો અને ડ્રૂયુ વીસમેનને મળ્યો મેડિસીનમાં નોબેલ
- કેટાલિન કારિકો હંગેરીના શરીર વિજ્ઞાની
- ડ્રૂયુ વીસમેન અમેરિકાના વૈજ્ઞાનિક
- બન્નેએ કોરોનાની MRNA વેક્સિન બનાવી હતી
Nobel Prize 2023: દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અને જેના મેળવવા માટે લોકો આકાશ-પાતાળ એક કરી નાખે છે અને જે મળવાથી દુનિયાભરમાં ખ્યાતિ થાય છે તેવા નોબેલ પુરસ્કાર અપાવાના શરુ થયા છે. પોતાની શોધથી દુનિયામાં ક્રાંતિ લાવનાર વર્લ્ડના નોબેલમેનને આ એવોર્ડ અપાય છે. 2023ના નોબેલ પુરસ્કારનું એલાન થયું છે. સૌથી પહેલા મેડિસીન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર અપાયો છે. જર્મનીના શરીર વિજ્ઞાની કેટાલિન કારિકો અને ડ્રૂયુ વીસમેનને મેડિસીનમાં નોબેલ મળ્યો છે. આ બન્ને વૈજ્ઞાનિકોએ કોરોના વેક્સિન એમઆરએનએ રસી વિકસાવી હતી. આ રસી દ્વારા આ બંને વૈજ્ઞાનિકોએ દુનિયાની વિચારસરણી બદલી નાખી હતી. આ બન્ને વૈજ્ઞાનિકોની શોધને કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્રિયા અને પ્રતિક્રિયા વિશે વધુ સમજી શક્યા હતા.
BREAKING NEWS
The 2023 #NobelPrize in Physiology or Medicine has been awarded to Katalin Karikó and Drew Weissman for their discoveries concerning nucleoside base modifications that enabled the development of effective mRNA vaccines against COVID-19. pic.twitter.com/Y62uJDlNMj— The Nobel Prize (@NobelPrize) October 2, 2023
કોણ છે કેટાલિન કારિકો?
કેટાલિન કારિકોનો જન્મ 1955માં હંગેરીના જોલ્નોકમાં થયો હતો. તેમણે 1982માં યુનિવર્સિટી ઓફ જેગેડમાંથી પીએચડીની પદવી મેળવી હતી અને હંગેરિયન એકેડેમી ઓફ સાયન્સિસમાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ પૂર્ણ કરી હતી. આ પછી, તેમણે ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીમાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેઓ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યાં હતા. 1982 પછી, કેટ્ટેલિન બાયોએનટેક આરએનએ ફાર્માસ્યુટિકલ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. 2013 માં આ સમય દરમિયાન, તેમણે કોવિડ રોગચાળા દરમિયાન કોરોનાની એમઆરએનએ રસી વિકસાવી હતી.
કોણ છે ડ્રૂયુ વીસમેન?
ડ્રૂયુ વીસમેનનો જન્મ 1959માં મેસેચ્યુસેટ્સમાં થયો હતો. તેમણે 1987માં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી અને એમડીની ડિગ્રી મેળવી હતી અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના બેથ ઇઝરાયેલ ડેકોનેસ મેડિકલ સેન્ટરમાં ક્લિનિકલ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું હતું. 1997માં, વેઇઝમેને તેમનું સંશોધન જૂથ બનાવ્યું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની પેરેલમેન સ્કૂલ ઓફ મેડિસિનમાં સંશોધન શરૂ કર્યું હતું. પેન હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ આરએનએ ઇનોવેશન્સના ડિરેક્ટર છે.
સ્વીડનના સ્વાંતે પાબોને 2022માં એવોર્ડ મળ્યો હતો
ગયા વર્ષે સ્વીડનના સ્વાંતે પાબોને ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ પુરસ્કાર લુપ્ત થઈ ગયેલા હોમિનિન્સ અને માનવ ઉત્ક્રાંતિના જિનેટિક્સ (જીનોમ) સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો હતો.
નોબેલ કમિટીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કોરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ કમિટીએ આજે લુપ્ત થઈ ગયેલા હોમિનિન્સ અને માનવ ઉત્ક્રાંતિના જનીનો સંબંધિત શોધ માટે સ્વાંતે પાબોને 2022નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. સ્વાંતે પાબોને તેમના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે લુપ્ત થઈ ગયેલા હોમિનિન જનીનો હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પાબો નિએન્ડરથલ જીનોમ પર વ્યાપકપણે કામ કરનાર પેલેઓજેનેટિક્સના સ્થાપકોમાંના એક છે. તેઓ જર્મનીના લેઇપઝિગમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇવોલ્યુશનરી એન્થ્રોપોલોજીમાં ડિપાર્ટમેન્ટ ઓફ જિનેટિક્સનાં ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે.
આજથી શરૂઆત થઈ
નોબેલ પુરસ્કારોની જાહેરાત ચિકિત્સા ક્ષેત્રે નોબેલ પુરસ્કારથી શરૂ થઈ ગઈ છે. હવે મંગળવારે ભૌતિકશાસ્ત્ર, બુધવારે રસાયણશાસ્ત્ર અને ગુરુવારે સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આ પુરસ્કાર વિજેતાની જાહેરાત 9 ઓક્ટોબરે કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube