Joe Biden Security Lapse:અમેરિકાના ડેલાવેરના વિલમિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના કાફલા સાથે એક કાર ટકરાઇ હતી. જ્યારે બાઇડન અને તેમના પત્ની જિલ બાઇડન એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જો કે, એપીના અહેવાલ મુજબ, બંનેને કોઈ ઇજા પહોંચી નથી.
A car crashed into a vehicle attached to Joe Biden’s motorcade on Sunday, with the security scare startling the US president as he left his campaign headquarters in Delawarehttps://t.co/LPwAOVlGxo pic.twitter.com/sIFP6lX7YG
— AFP News Agency (@AFP) December 18, 2023
ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર,ફોર્ડ કાર રાષ્ટ્રપતિ બાઇડનના કાફલા સાથે ટકરાઇ હતી. બાદમાં બાઇડનની સુરક્ષામાં રહેલા સિક્રેટ સર્વિસ અધિકારીઓએ હથિયારો સાથે તે કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવરને હાથ ઉંચા કરવાની સૂચના આપી હતી. દરમિયાન, બાઇડનને અન્ય કારમાં લઇ જવામાં આવ્યા હતા. એપી અનુસાર, સિક્રેટ સર્વિસે આ ઘટના પર તાત્કાલિક કોઈ નિવેદન આપ્યું નથી.
More photos of the scene: pic.twitter.com/NZOkVGjqcb
— Collin Rugg (@CollinRugg) December 18, 2023
રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા બંને સુરક્ષિત છે
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર રાત્રે 8:07 વાગ્યે બાઈડેન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી નીકળી ગયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. બાઈડેને પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યાના થોડા સમય પછી ડેલવેર લાયસન્સ પ્લેટોવાળા વાહને ઝુંબેશ કાર્યાલયના પ્રવેશદ્વારની સામે મોટરકૅડની રક્ષા કરતી એસયુવીને ટક્કર મારી હતી.
મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ બાયડન રવિવારે રાત્રે વિલ્મિંગ્ટન સ્થિત બેડન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી રવાના થયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. તેમની કાર થોડે દૂર ગઈ હતી જ્યારે એક ઝડપી કારે તેમના કાફલાની SUVને ટક્કર મારી હતી.
એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ બાયડનથી લગભગ 40 મીટર (130 ફીટ) દૂર પાર્ક કરેલી એસયુવી સાથે સેડાનની ટક્કર થઈ ત્યારે જોરદાર ધમાકો થયો અને સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિ બાયડનને ઝડપથી કારમાં બેસાડ્યા અને ડાઉનટાઉન વિલ્મિંગ્ટનથઈ દૂર લઈ ગયા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube