Abu Dhabi BAPS Hindu Temple Inauguration Live Streaming: આરબ દેશ અબુધાબીમાં બનેલા સૌપ્રથમ BAPS હિન્દુ મંદિરનું આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ વસંતપંચમીના પર્વે નિમિતે BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થશે. આ મંદિરનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ વર્ષ 2018માં કર્યો હતો. BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારંભનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.
ઘરે બેઠાં આ રીતે દર્શન કરી શકાશે
આ ઐતિહાસિક પ્રતિષ્ઠા ઉત્સવનો લાભ લેવા અમરેલીના 15 હરિભક્તોના પરિવારનો સંઘ અબૂ ધાબી પહોંચ્યો છે. મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ live.baps.org ઉપર કરાશે. જેમાં વસંતપંચમી દિવસે સવારે 8:45 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થશે. તેમજ મંદિરનું લોકાર્પણ ભારતીય સમય મુજબ સાંજે 6:00થી 10:00 દરમિયાન થશ. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી, ઠાકોરજીની આરતી ઉતારશે. સાથે જ વિશ્વના ખુણે ખુણે વસતા હરિભક્તો ગ્લોબલ આરતીના માધ્યમથી પોતાના ઘરે બેઠા આ આરતીમાં જોડાઈ શકે તેવું આયોજન કરાયું છે.
BAPS હિન્દુ મંદિરે ફોટો શેર કરવાની અપીલ કરી
આ સાથે જ BAPS હિન્દુ મંદિરે આ ઐતિહાસિક મંદિરની વૈશ્વિક આરતીના સાક્ષી બનવા માટે લોકોને પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે- પ્રશાંત, ભારત, મધ્ય પૂર્વ, આફ્રિકા, બ્રિટન અને યુરોપ, ઉત્તરી અમેરિકાના નાગરિકો પોતાની તસવીરને શેર કરે અને @AbuDhabiMandir અને @BAPSને પણ ટેગ કરે. પસંદ થયેલા ફોટો અને વીડિયોને BAPS ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવશે.
વૈશ્વિક આરતીનો સમય
- 12:30 am AEDT (Australian Eastern Daylight Time)
- 7:00 pm IST (India Standard Time)
- 5:30 pm (Gulf Standard Time)
- 4:30 pm (East Africa Time)
- 1:30 pm (Greenwich Mean Time)
- 8:30 am (Eastern Time Zone)
27 એકર જમીન પર મંદિરનું નિર્માણ
પથ્થરમાંથી બનેલું પશ્ચિમ એશિયાનું અને દુબઈનું આ સૌથી મોટું મંદિર છે. દુબઈ અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર લગભગ 27 એકર જમીન ઉપર આ મંદિરનું નિર્માણ થયું છે. UAE સરકારે આ જમીન દાનમાં આપી છે. 70 હજાર ચોરસ ફુટમાં ફેલાયેલું આ મંદિરને એક હજાર વર્ષ સુધી કોઈ નુકસાન ન થાય તેવું મજબૂત બનાવાયું છે. ભારતના જ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા આ મંદિરની દિવાલો, સ્તંભો, ઘુમ્મટ સહિત તમામ સ્થળે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને વાસ્તુકલાને જીવંત કરાઈ છે. મંદિરના આંતરિક બાંધકામમાં 40,000 ક્યુબિક ફુટ માર્બલનો ઉપયોગ કરાયો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube