December 19, 2024
KalTak 24 News
International

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મોરેશિયસ સરકારની મોટી જાહેરાત,હિન્દુ કર્મચારીઓને 22 જાન્યુ.એ મળશે આટલાં કલાકનો વિશેષ બ્રેક

Ram temple, Ayodhya (Agencies photo)
  • મોરેશિયસ સરકારનો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મોટો નિર્ણય 
  • મોરેશિયસ દેશમાં 22 જાન્યુઆરીએ તમામ કર્મચારીઓને 2 કલાકની છુટ્ટી 
  • મોરેશિયસ દેશના પ્રધાનમંત્રી પ્રવિણ કુમારની જાહેરાત 
  • તમામ કર્મચારીઓને બપોરે 2થી 4 કલાક દરમિયાન અપાશે છુટ્ટી 
  • મોરેશિયસમાં 70 ટકાથી વધુ  લોકો ભારતીય મૂળના

Mauritius Government: આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશ-વિદેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુ આસ્થાવાળા લોકો આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરશે. આ બધા વચ્ચે એક વિદેશી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જે હેઠળ 22 જાન્યુઆરીના રોજ હિન્દુ આસ્થાવાળા અધિકારીઓને 2 કલાકનો ખાસ બ્રેક આપવામાં આવશે. આ દરમિયાન તેઓ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. 

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જગન્નાથના નેતૃત્વમાં મોરેશિયસની કેબિનેટે શુક્રવારે એક અધિકૃત નિવેદન બહાર પાડ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટે 22 જાન્યુઆરીના રોજ સોમવારે બપોરે 2 વાગ્યાથી 2 કલાકની ખાસ રજા આપવા પર સહમતિ વ્યક્ત  કરી છે. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને હિન્દુ આસ્થાના સાર્વજનિક અધિકારીઓ 22 જાન્યુઆરીના રોજ 2 કલાકની ખાસ રજા પર રહેશે. નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે તે અયોધ્યામાં ભગવાન રામની વાપસીનું પ્રતિક છે. 

જણાવી દઈએ કે, પીએમ મોદી 22 જાન્યુઆરીના રોજ નવનિર્મિત ભવ્ય મંદિરની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. આ પ્રસંગે દેશ-વિદેશથી ઘણા લોકો સામેલ થવાના છે. અયોધ્યામાં 16 જાન્યુઆરીથી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વૈદિક વિધિ શરૂ થશે.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીના રોજ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાને બિરાજમાન કરવાનો નિર્ણય લીધો છે.

 

 

 

 

Related posts

Earthquake/ ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત,સંખ્યાબંધ ઘાયલ, અનેક ઇમારત ધરાશાયી

KalTak24 News Team

ડલ્લાસ એર શો દરમિયાન બે યુદ્ધ વિમાનો એકબીજા સાથે અથડાયા, 6ના મોત

KalTak24 News Team

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, બ્રિટન HCએ ફગાવી પ્રત્યાર્પણ સ્ટેની અપીલ

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં