December 19, 2024
KalTak 24 News
International

નોબેલ પુરસ્કારનું એલાન,અમેરિકાના આ બે વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસીનનો નોબેલ પુરસ્કાર;માઈક્રો RNAની કરી શોધ

Nobel Prize 2024 : આજે સોમવારથી વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારો (Nobel Prizes) ની જાહેરાત શરૂ થઈ ગઇ છે. મેડિસિન કે ફિઝિયોલોજી (Medicine or Physiology) ક્ષેત્રમાં આ વર્ષે વિજેતાઓ તરીકે અમેરિકાના વૈજ્ઞાનિકો, વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુન (Victor Ambrose and Gary Ruvkun) ને પસંદ કરવામાં આવ્યા છે. બંનેને આ સન્માન microRNA ની શોધ માટે આપવામાં આવ્યું છે.

વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત

મહત્વનું છે કે, આ વર્ષનો પુરસ્કાર 1901 થી ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આપવામાં આવતો 115મો નોબેલ પુરસ્કાર છે. ભૌતિકશાસ્ત્રમાં 2024 નોબેલ પુરસ્કાર મંગળવારે જાહેર કરવામાં આવશે, ત્યારબાદ રસાયણશાસ્ત્ર પુરસ્કાર બુધવારે આપવામાં આવશે.

વર્ષ 2023માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો ?

આ પહેલા વર્ષ 2023માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર કેટાલિન કેરીકો અને ડ્રૂ વેઈસમેનને આપવામાં આવ્યો હતો. તેમને ન્યુક્લિયોસાઇડ બેઝ મોડિફિકેશન સંબંધિત તેમની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. આ શોધે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 સામે અસરકારક mRNA રસી વિકસાવવામાં મદદ કરી.

નોબેલ પુરસ્કાર વિશે જાણવા જેવું

નોબેલ પુરસ્કાર વિજેતાને 11 મિલિયન સ્વીડિશ ક્રોના (લગભગ 1 મિલિયન યુએસ ડોલર) આપવામાં આવે છે. આ પુરસ્કાર સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે. નોબેલની મૃત્યુની વર્ષગાંઠના દિવસે 10 ડિસેમ્બરે યોજાયેલા સમારોહમાં પુરસ્કારો સાથે વિજેતાઓને આમંત્રિત કરવામાં આવે છે.

વિક્ટર એમ્બ્રોસનો જન્મ 1953માં હેનોવર, ન્યૂ હેમ્પશાયર, યુએસએમાં થયો હતો. તેમણે 1979માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માંથી PhD કર્યું અને 1985 સુધી ત્યાં પોસ્ટડોક્ટરલ સંશોધક તરીકે ચાલુ રાખ્યું. 1985માં, તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બન્યા. 1992થી 2007 સુધી, તેમણે ડાર્ટમાઉથ મેડિકલ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવા આપી, અને હાલમાં તેઓ વૉર્સેસ્ટર, MAમાં યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ મેડિકલ સ્કૂલમાં સિલ્વરમેન પ્રોફેસર ઓફ નેચરલ સાયન્સ છે.

ગેરી રુવકુનનો જન્મ 1952માં બર્કલે, કેલિફોર્નિયા, યુએસએમાં થયો હતો. તેમણે 1982માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી PhD મેળવ્યું, ત્યારબાદ 1982થી 1985 સુધી MITમાં પોસ્ટડોક્ટરલ કાર્ય કર્યું. 1985માં, તેઓ મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બન્યા, જ્યાં તેઓ હાલમાં જેનેટિક્સના પ્રોફેસર છે.

એલાન બાદ 10 ડિસેમ્બર એનાયત થશે નોબેલ

તમામ ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કારોનું એલાન આજથી થઈ રહ્યું છે અને પરંતુ તેમને આ નોબેલ 10 ડિસેમ્બરે એનાયત કરાશે. મેડિસન બાદ હવે મંગળવારે ભૌતિકશાસ્ત્ર, બુધવારે રસાયણશાસ્ત્ર, ગુરુવારે સાહિત્ય, શુક્રવારે શાંતિ અને 14 ઓક્ટોબરે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર જાહેર કરવામાં આવશે.

 

 

 

 

Related posts

બ્રાઝિલમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

KalTak24 News Team

WTC 2023 Final: WTC ફાઇનલમાં ગુજરાતી સિંગર ગીતાબા ઝાલા લંડનના ઓવલ સ્ટેડિયમમાં ગાશે ભારતનું રાષ્ટ્રગીત

Sanskar Sojitra

અફઘાનિસ્તાનની મહિલાએ તાલિબાન સરકારને આપ્યો જડબાતોડ જવાબ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી જીત્યો ગોલ્ડ મેડલ

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં