Nasal Vaccine/ નવી દિલ્હી:કોરોનાના વધતા મામલા વચ્ચે એક સારી ખબર આવી રહી છે. જેમાં હવે ઈન્જેક્શન દ્વારા નાકથી અપાતી વેક્સિન(Vaccine)ને મંજૂરી અપાઈ ગઈ છે. જોકે અત્યાર સુધીમાં આ વેક્સિન અપાઈ રહી નથી. હવે તેને કોવિન પોર્ટલ પર લિસ્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. જે બાદ iNNOVACC હવે CoWin પર ઉપલબ્ધ છે. જેની કિંમત પ્રાઈવેટ માર્કેટમાં 800 રૂપિયા નક્કી કરાઈ છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં આ 325 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જાણકારી મુજબ, નેઝલ વેક્સિનેશન જાન્યુઆરીના ચોથા સપ્તાહથી શરૂ કરવામાં આવશે.
નાકની રસીની કિંમત કેટલી હશે?
IANSમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, નાકની રસીની કિંમત 800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, સરકારી કેન્દ્ર પર તેની કિંમત 325 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, શરૂઆતમાં તે માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ થશે. કોવિન એપ દ્વારા તેનું બુકિંગ કરી શકાય છે. ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ રસી આવતા મહિને જાન્યુઆરીના ચોથા સપ્તાહથી ઉપલબ્ધ થવાનું શરૂ થશે.
બૂસ્ટર ડોઝ તરીકે અપાશે નેઝલ વેક્સિન
જાણકારી મુજબ, રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા મોટી જથ્થામાં ખરીદી માટે iNCOVACCની કિંમત 325 રૂપિયા પ્રતિ ડોઝ હશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી છે. આ વેક્સિનનું નામ iNCOVACC છે. કોવિન પ્લેટફોર્મ પર હવે આ વેક્સિન પણ ઉપલબ્ધ થશે. આ વેક્સિન 18 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. નાકથી અપાતી આ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે અપાશે.
18+ને અપાશે આ વેક્સિન
વર્તમાનમાં ભારત બાયોટેકની કોવેક્સિન, સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને કોવોવેક્સ, રશિયન સ્પુતિનિક વી અને બાયોલોજિકલ લિમિટેડની કોર્બેવૈક્સ વેક્સિન કોવિન પોર્ટલ પર લિસ્ટેડ છે. ભારત બાયોટેકે પાછલા 6 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે દુનિયાની પહેલા ઈન્ટ્રાનેઝલ કોવિડ-19 વેક્સિનને ડીસીજીઆઈ તરફથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે.
નેઝલ વેક્સીન શું છે?
નેઝીલ વેક્સીન નાક દ્વારા આપવામાં આવે છે. અન્ય રસીઓથી વિપરીત, તે ઇન્જેક્ટ કરવામાં આવતી નથી. રસીના માત્ર બે ટીપા નાકમાં નાખવામાં આવે છે. કંપનીએ કહ્યું કે, આ રસીનું પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં સફળ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, અત્યારે દેશમાં લોકોને સીરમ ઈન્સ્ટિટ્યૂટનું કોવિશિલ્ડ અને કોવેક્સ, ભારત બાયોટેકની કોવેક્સિન, રશિયન વેક્સીન સ્પુટનિક વી અને સ્વદેશી કોર્બેવેક્સ રસી આપવામાં આવી રહી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.