કચ્છ : ફરી એક વખત કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ગુજરાતના દરિયામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિત્રી મુજબ ગુજરાતના દરિયામાંથી કોસ્ટ ગાર્ડ અને ATSએ 300 કરોડની કિંમતનો અંદાજે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ 10 પાકિસ્તાની માછીમારોની ધરપકડ પણ કરવામાં આવી છે. તપાસ કર્મીઓને આશંકા છે એક આરોપીઓ ગુજરાતના ઓખા બંદરથી ડ્રગ્સની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બોટ પરના ઈસમો પાકિસ્તાની નાગરીકો હોવાનો ખુલાસો
મળતી માહિતી મુજબ આજરોજ ગુજરાતના દરિયામાં ઘુસણખોરી જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન દરિયામાં એક અજાણી બોટ મળી આવી હતી. આ બોટ ભારતીય ન હોવાનું જાણ થતા ATS અને કોસ્ટ ગાર્ડે સતર્કતા વાપરી બોટને ઝડપી પાડી હતી. આ બોટ ઉપર તપાસ કરવામાં આવતા તપાસ કર્મીઓને 300 કરોડની કિંમતનો અંદાજે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત બોટ પરના ખલાસીઓ અને ઇસમો પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું હતું. આથી તપાસ કર્મીઓ દ્વારા 10 જેટલા પાકિસ્તાની માછીમારોની ધરપકડ પણ કરવામાં આવી છે.
25/26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન, ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર, ICG એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL) ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના ICGS અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી.
Indian Coast Guard (ICG) on the basis of intelligence input by ATS Gujarat has apprehended a Pakistani Boat with 10 crew in Indian waters carrying arms, ammunition and approx. 40 kgs of Narcotics worth Rs. 300 crores: Indian Coast Guard pic.twitter.com/oRCoCvX7fp
— ANI (@ANI) December 26, 2022
40 કિલો હેરાઈન ઝડપાયું
ભારતીય તટરક્ષક દળ(ICG) અને ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે, જેમાં હથિયારો, દારૂગોળો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતુ. 40 કિલો હેરાઈન આશરે રૂપિયા 300 કરોડ હોવાની માહિતી છે.
પાકિસ્તાનીઓ પાસેથી બંદુક, જીવતા કારતુસો અને દારૂગોળો મળ્યા
અત્રે ઉલેખનીય છે કે બોટ પરથી ધરપકડ કરાયેલા પાકિસ્તાની માછીમારો પાસેથી તપાસ કર્મીઓને હથીયારો પણ મળી આવ્યા છે. તેમની બંદુક, જીવતા કારતુસો અને દારૂગોળો પણ મળી આવ્યા હતા.
માહિતી પ્રમાણે ઉચ્ચ કક્ષાના અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.