Surat: આગામી લોકસભા ચૂંટણી દરમિયાન લોકશાહીના મહાપર્વમાં યુવા મતદારોની સહભાગિતા વધારવાને ભારતનું ચુંટણી પંચ પ્રાધાન્ય આપી રહ્યું છે. સુરત જિલ્લામાં યુવા મતદારોને જાગૃત કરવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારઘીની રાહબરી હેઠળ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સુરત જિલ્લાની ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા તાલુકાની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આગામી તા.8 થી તા.20 એપ્રિલ દરમિયાન સ્વીપ અંતર્ગત વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
સ્વીપ હેઠળ કોલેજોના પ્રિન્સીપાલ, જે તે વિધાનસભા મતવિભાગના ERO/AEROની હાજરીમાં તમામ કોલેજોમાં નિમાયેલા કેમ્પસ એમ્બેસેડર્સના સહયોગથી યુવા મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતતા વધે તે હેતુથી મતદાનની મહત્વની ભૂમિકા સમજાવી ફરજિયાત મતદાન માટે પ્રેરિત કરાશે. તેમજ મતદાન જાગૃતિની વિવિધ ફિલ્મો, ગીત અને વિડીયોનું નિદર્શન, સોશિયલ મીડિયા થકી પ્રચારપસાર, મતદાન શપથ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
યુવાઓને સહપરિવાર મતદાન, મતદાન માટેના વૈકલ્પિક ઓળખના પુરાવા, મોબાઇલ પરના પ્રતિબંધ, વોટર હેલ્પલાઈન, c-vigil/સક્ષમ/વોટર ટર્નઆઉટ એપ્લિકેશન, CEO/ECI વેબસાઇટ, KYC , પેડ હોલિડે તેમજ તમારા પોલિંગ સ્ટેશનને જાણો સહિતની વિસ્તૃત સમજણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સાથે મતદાન અને તેનાથી જોડાયેલી માહિતી અંગે ક્વિઝ(પ્રશ્નોત્તરી) યોજાશે. દરેક કોલેજોમાં સેલ્ફી પોઈન્ટ ઊભા કરાશે અને વિદ્યાર્થીઓને વોટ્સએપ પર મતદાન અંગેનું સાહિત્ય શેર કરાશે.
‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા વિવિધ શાળાઓના 1.94 લાખ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત સુરત જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગિતા વધે એ માટે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં વાલીઓ ‘હું વોટ કરીશ’નાં સંકલ્પપત્રો ભરી અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યા છે.
જેમાં વિવિધ શાળાઓના 1,94,479 વિદ્યાર્થીઓએ મતદાન સંકલ્પપત્રો પરિવારના સભ્યો મારફત ભરાવી/વંચાવી શાળા કક્ષાએ પરત કર્યા છે અને ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા વિદ્યાર્થીઓએ બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા અદા કરી છે. જેના પરિણામે આગામી ચૂંટણીમાં સુરત જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધશે અને મહિલા મતદારોના મતદાનમાં પણ નોંધપાત્ર વધારો થશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube