December 18, 2024
KalTak 24 News
Gujarat

અમદાવાદ/ વિશ્વ ઉમિયાધામ દ્વારા આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર દેશના રાજવી પરિવારોનું કર્યું સન્માન..

vishvaumiyadham

Ahmedabad News: આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનના અભિયાન અંતર્ગત વિશ્વઉમિયાધામ (Vishva Umiyadham) અમદાવાદ દ્વારા અંખડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતીના દિવસે સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનનું આયોજન કરાયું હતું. ભારતની આઝાદીના ઈતિહાસમાં પ્રથમ વખત અખંડ ભારતના નિર્માણમાં પોતાનું રાજ્ય સમર્પિત કરનાર મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ મેવાડ અને ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજના પ્રપોત્ર વિજયસિંહજી મહારાજ સહિત દેશના વિવિધ 20થી વધુ રાજવી વંશજોનું સન્માન કરાયું હતું. ભારતમાતાના સપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસર પર યોજાયેલા સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ahmedabad-news-vishv-umiyadham-honored-the-royal-families-of-the-country-225241

સરદાર પટેલ એ માત્ર પાટીદારો જ નહીં પણ સમગ્ર સમાજનું ગૌરવ : શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામ દ્વારા કરાયેલું રાજવી પરિવારોનું સન્માન યુવાનોમાં રાષ્ટ્ર ચેતના જગવવા માટે ઉદ્દીપકનું કામ કરશે. વિશ્વઉમિયાધામ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર છે. સરદાર પટેલ એ માત્ર પાટીદારો જ નહીં પણ સમગ્ર સમાજનું ગૌરવ છે.

ભારતની આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર રાજવી વારસોનું સન્માન કરાયું : શ્રી આર.પી.પટેલ
આ સમગ્ર કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખ શ્રી આર.પી.પટેલ જણાવે છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારતની આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર રાજવી પરિવારોનું સન્માન કરાયું છે. સાથો સાથ આ કાર્યક્રમથી સમાજમાં સામાજિક સમરસતાનું એક મૂર્તિમંત ઉદાહરણ પુરુ પડ્યું છે. જ્યારે અમદાવાદના જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચુ ( 504 ફૂટ) જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ હોય ત્યારે સનાતન ધર્મ માટે ગર્વ લેવાની ક્ષણ છે. વિશ્વ ઉમિયાધામ એ પહેલી એવી વૈશ્વિક સંસ્થા છે જેમણે ભારતના રાજવી પરિવારોનું સન્માન કર્યું હોય.

મા ઉમિયા માત્ર પાટીદારોની જ નહીં પણ મારી પણ મા છે: શ્રી લક્ષ્યરાજસિંહ મહારાજ
સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનને સંબોધન કરતા મહારાણા પ્રતાપના વંશજ શ્રી લક્ષ્યરાજસિંહજી મહારાજ જણાવે છે કે વિશ્વઉમિયાધામનું આ ભગીરથ કાર્ય ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. મા ઉમિયા માત્ર પાટીદારોની જ નહીં પણ મારી પણ મા છે. સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનથી હવે હું વિશ્વઉમિયાધામ સાથે જોડાઈ ગયો છે.

વિશ્વઉમિયાધામ એ બનાવ્યો રેકોર્ડ
મીડિયા કન્વીનર ધવલ માંકડિયા એ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કાર રેલીસ્વરૂપે આવેલી 10 હજાર કારે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. વિશ્વઉમિયાધામે ગોલ્ડ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વઉમિયાધામ IAS એકેડમીનું ઉદ્ધાટન કર્યું છે. અમદાવાદના નિકોલમાં અને ગાંધીનગરમાં વિશ્વઉમિયાધામ IAS એકેડમીનું ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે. આ ઉપરાંત ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ મુખ્યમંત્રીશ્રી ઉદ્ધાટન કર્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

KalTak24 Exclusive: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ટેન્ટ સિટી, ધર્મશાળા હાઉસફૂલ, હોટલો બુક; વડતાલમાં 9 દિવસનું ઘરભાડું રૂપિયા 15000થી લઈને 35000 સુધી પહોંચ્યું

Sanskar Sojitra

સાળંગપુરધામ ખાતે એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

KalTak24 News Team

વડોદરામાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે દર્દનાક અકસ્માત, 6 ના ઘટનાસ્થળે જ મોત, 17 ઇજાગ્રસ્ત

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં