December 23, 2024
KalTak 24 News
Gujarat

ગજબનો ચોર છે ભાઈ!: શોરૂમ બહાર પડેલા ટ્રેક્ટરની ચોરી કરતાં ચોર પર તોતિંગ ટાયર ફરી વળ્યું છતાં ઊભો થઈ ટ્રેક્ટર લઈને ભાગી ગયો,જુઓ VIDEO

અરવલ્લી (મોડાસા): ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી ચોરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.જેમાં એક ચોર શૉ રૂમની બહાર પાર્ક કરેલા ટ્રેક્ટરની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન અચાનક ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ જાય છે અને તે ચોરની ઉપરથી પસાર થઈ જાય છે. આમ છતાં ચોર ઉઠે છે અને ટ્રેક્ટર પર બેસીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસાના હજિરા વિસ્તારમાં એક ટ્રેક્ટરના શોરૂમમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ચોર ટ્રેક્ટરની ચોરી કરવા માટે ટ્રેક્ટર ચાલુ કરવા ગયો અને અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતાં ચોરનો પગ ટાયર નીચે આવી ગયો હતો. ત્યાર બાદ તેના શરીર પર ટ્રેક્ટરનું તોતિંગ ટાયર ફરી વળ્યું હતું. તે છતાંય આ ચોર ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

 

બિનવારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું

હજીરા વિસ્તારમાં આવેલા આદર્શ ટ્રેક્ટરના શોરૂમના માલિક પ્રહલાદ પટેલે ચોરીની ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, તેમના શોરૂમમાં પાર્ક કરેલું ટ્રેક્ટર ગુમ થયુ હતું. આ બાબતની જાણ તેમને પાંચ દિવસ બાદ થઈ હતી. 31 તારીખના રોજ રાતના આશરે 10 વાગ્યે તેમના શોરૂમમાં પાર્ક કરેલું રૂપિયા 2 લાખ 40 હજારનું ટ્રેક્ટર ગુમ થયું હતું. જેની જાણ ફરિયાદીને તારીખ 4/9/2023ના રોજ થઈ હતી, જેથી તેમણે નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો. નેત્રમ શાખાના કર્મચારીઓએ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા CCTV કેમેરાના માધયમથી શોધખોળ હાથ ધરતાં કોઈ શંકાસ્પદ ઈસમ ફરિયાદીનું ટ્રેક્ટર લઈ જતો કેમેરામાં કેદ થયો હતો. એ ઈસમ ટ્રેક્ટર લઈ હજીરાથી શામળાજી તરફ ગયો હતો અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ઇસરોલ ગામ પાસેથી બિનવારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું હતું.

 

 

 

Related posts

CRIME NEWS: જેના પર દુષ્કર્મ કર્યું હતું તે યુવતીની હત્યા કરી સળગાવી દીધી હતી,સુરજ ભુવાજી સહિત 8 આરોપીઓ પકડાયા

KalTak24 News Team

જામકંડોરણાના શહીદ અગ્નિવીર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય, કેન્દ્રીય મંત્રી,ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ આપી શ્રદ્ધાંજલિ

KalTak24 News Team

સુરતના આંગણે ફરી એકવાર ભવ્ય અને દિવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન; મારૂતિ ધૂન મંડળ દ્વારા 2025 ગંગા સ્વરૂપ બહેનોને કરિયાણાની કીટનું કરાશે વિતરણ

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં