ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Election)ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આ વખતે ECએ એક નવો જ અભિગમ અપનાવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી પંચે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણી પંચે અલગ-અલગ એસોસિએશન સાથે MoU કર્યા છે. મતદાન જાગૃતિ વધારવા માટે ચૂંટણી પંચે MoU કર્યા છે.
ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશન વચ્ચે MoU
ગુજરાત ચૂંટણી પંચે(Election Commission)રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા માટે દવા બજારના એસોસિએશન સાથે MoU કર્યા છે. ગુજરાત ચૂંટણી પંચ(Election Commission) અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશન વચ્ચે MoU થતા હવેથી રાજ્યની તમામ મેડિકલ સ્ટોર પરથી મતદાનનો પ્રચાર થશે. એટલે કે મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા સમજાવાશે. જણાવી દઇએ કે, રાજ્યના 32 હજાર મેડિકલ સ્ટોર સાથે ચૂંટણી પંચે MoU કર્યા છે.
ચૂંટણીમાં મહત્તમ મતદારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા વધુ ૦૩ MoU કરવામાં આવ્યા.#CEOGujarat #MoU #AccessibleElections #AVSAR #GujaratElectionDepartment #GujaratElections2022 pic.twitter.com/pDzI3hsvn0
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) September 22, 2022
તાજેતરમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચ(Election Commission)ની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચ(Election Commission)ના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ રાજ્યમાં ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા કરી હતી. આ સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધીક્ષકો તેમજ પોલીસ કમિશનરો સાથે પણ સમીક્ષા બેઠક પણ યોજી હતી.
હોટેલના સંચાલકો સાથે થયા MoU
રાજ્યની પ્રતિષ્ઠિત 300 હોટેલના સંચાલકો પણ મતદાન જાગૃતિ કાર્યમાં સાથ આપે તે માટે ગુજરાતના હૉટેલ એન્ડ રેસ્ટોરરેન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી અને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ ટીમે 17-18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મતદાર યાદી, SSR, EVM/VVPAT તેમજ મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો-વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વાજબી ભાવની દુકાનો પર થશે મતદાનનો પ્રચાર
રાજ્યના રાશનકાર્ડ ધારકો મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરે, પોતે મતદાન કરે અને મતદાન કરવા પ્રેરિત કરે તે માટે જાગૃતિ કેળવવા, અન્ન અને નાગરિક પુરવઠા નિયામક તુષાર ધોળકિયા દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી,રાજ્યની 17,000 વાજબી ભાવની દુકાનોના દુકાનદારો સાથે સંક્ળાયેલા 71 લાખ પરિવારોની 3.5 કરોડની જનસંખ્યા માટે મતદાન જાગૃતિનું કામ કરશે.
આ સાથે આગામી ચૂંટણી દરમિયાન સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ