- સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અટવાયા
- ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નહી
- વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે
Ahmedabad Mumbai Double Decker: દેશમાં રેલ્વે દુર્ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. અઅમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનમાં આજે સવારે સુરત નજીક ટ્રેનના બે ડબ્બા અચાનક અલગ થઈ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. સુરતના સયાન વિસ્તારમાં આવેલા ગોથાણ રેલવે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન નંબર 12932ના બે ડબ્બા અચાનક અલગ પડી જતાં સવારે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટ્રેન પાટા પર ઉભી રહી હતી. ટ્રેન ઉભી થતાં જ મુસાફરો ઉતરી ગયા અને અલગ થવાના કારણની તપાસ કરવા રેલ્વેની ટેકનિકલ ટીમ પહોંચી. કપલર તૂટવાને કારણે કોચ અલગ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનને નડ્યો અકસ્માત
અમદાવાદથી મુંબઈ જતી અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અધવચ્ચે છૂટા પડી ગયા. સુરતના ગોઠણ અને કુદસદની વચ્ચે ટ્રેનને અકસ્માત નડ્યો. ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધવચ્ચે રઝળી પડ્યા હતા.ટ્રેનના ડબ્બાઓ છુટા પડી જતા આગળના 6 ડબ્બાઓ આગળ જતા રહ્યા હતા. જેને કારણે છુટા પડી ગયેલા ડબ્બાઓમાં મુસાફરી કરી રહેલા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. છુટા પડી ગયેલા ડબ્બાના મુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા હતા.
Double decker train split near Surat
Train No.12935(mmct double decker) which is running today from ahmedabad to mumbai central Nearby Surat The coaches of the train fall apart accidentally in the running train @INCIndia pic.twitter.com/4IJHwoW7DJ— Amit kumar gour (@gouramit) August 15, 2024
આ ઘટનાના સામે આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટ્રેનના કેટલાક ડબ્બા રેલ્વે ટ્રેક પર અધવચ્ચે પડ્યા છે અને મુસાફરો રઝળી પડ્યા છે. મુસાફરોના ચહેરા પર સ્પષ્ટ ચિંતા અને તકલીફ દેખાઈ રહી છે.
અમદાવાદ ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી,જો કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,ટ્રેન પાટા પરથી નીચે પણ ઉતરી ગઈ નથી,સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી,ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તેને લઈ ટીમ હાલ નિરીક્ષણ કરી રહી છે.સાથે સાથે હાલ આ ટ્રેનને રોકવામાં આવી રહી છે.
⚠️Kind Attention ⚠️
Restoration work has been completed.
Traffic on the UP main line resumed at 11:22 hrs.#WRUpdates@RailMinIndia @drmadiwr @drmbct @DRMBRCWR
— Western Railway (@WesternRly) August 15, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા જ રેલવે કર્મચારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ટ્રેનના ડબ્બા છૂટા પડી જતાં રેલવે વ્યવહાર પર અસર પડી છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદથી મુંબઇ જઇ રહેલી અને મુંબઇથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. છૂટા પડી ગયેલા ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવશે. ટ્રેનો મોડી ચાલી રહી હોવાની મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલ વ્યવહારને અસર
ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે,અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે,ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવી માહિતી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી રહી છે.ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી નથી રહી જેના કારણે મુસાફરો તેના સમય કરતા મોડા તેમના સ્થળે પહોંચશે.
ટ્રેનના ડબ્બાને જોડતું કપ્લિન તૂટી ગયું
આ ઘટના અંગે ડબલડેકર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ઈકબાલભાઈએ જણાવ્યું હતું કે સવારે 8:50 વાગ્યે અમદાવાદથી મુંબઈ તરફ જતી 12932 ડબલડેકર એક્સપ્રેસ ટ્રેનના અચાનક કોચ નંબર 7 અને 8 બે અલગ થઈ ગયા હતા. ત્યારે ચાલુ ગાડીમાં એક બહેન ઊભાં હતાં તેમણે જોરથી બૂમ પાડી તો લોકો ભાગીને બહાર આવ્યા તો ખબર પડી કે ટ્રેનના ડબ્બા જુદા થઈ ગયા છે. ત્યાર બાદ રેલવે વિભાગને જાણ કરતાં રેલવેના અધિકારીઓ અહીં પહોંચતાં ખબર પડી કે બે ટ્રેનને જોડતું કપ્લિન હોય એ તૂટી ગયું છે. હવે રેલવે અધિકારીઓએ કોચ નંબર 7ને કાઢીને કોચ નંબર 6 અને 8ને જોડીને ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરી છે.
રિપેરિંગ કામ કરી ટ્રેનને મુંબઈ તરફ રવાની કરાઈ
આ અંગે રેલવે વિભાગના અધિકારી જાવેન્દ મન્સૂરીએ જણાવ્યું હતું કે અમને દુર્ઘટના અંગે મેસેજ મળ્યો હતો, જેથી અમે અહીં આવી રિપેરિંગ કામ કર્યું છે. ટ્રેનના ડબ્બા વચ્ચેનું કપ્લિન અલગ થઈ ગઈ હતું, જે અમે રિપેર કરી દીધું છે અને ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube